Tuesday, October 22News That Matters

સરીગામ SIAની વાર્ષિક સાધારણ સભા યોજાઈ, SIA હોલ સહિત વિવિધ કામો અંગે ચર્ચા કરાઈ

ઉમરગામ તાલુકાના બહુધા ઔદ્યોગિક વસાહત ધરાવતી સરીગામ જીઆઇડીસી માં વર્ષોથી કાર્યરત સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના હોલ ખાતે ગુરૂવારના પ્રમુખ નિર્મલ દુધાનીના અધ્યક્ષતા હેઠળ વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ સભા અંતર્ગત પૂર્વ પ્રમુખ સીરીશ દેસાઈ, કમલેશ ભટ્ટ, ઉદય માર્બલી, શિવદાસન દાસ તથા SIA ની એક્ઝિક્યુટિવ સભ્યોની ટીમ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓની હાજરી રહી હતી. કાર્યક્રમની શરૂઆતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત સૌ ઉદ્યોગપતિઓને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ વર્ષ 2023-24 આવક જાવકનો હિસાબ રજૂ કરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો. વિવિધ મુદ્દાઓમાં ચર્ચા વિચારણા કરતા સર્વપ્રથમ નવા એસઆઇએ હોલ નિર્માણ કાર્યનું ખાતમુર્હુત આગામી દિવસોમાં કરવામાં આવશે,બાયપાસ નો જર્જરીત માર્ગને હાલે પીડબ્લ્યુડીએ  ટેન્ડર પ્રક્રિયા આરંભ કરી જરૂરી મંજૂરી મેળવ્યા બાદ 22 કરોડના ખર્ચે દિવાળી સુધી રોડ નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશેની વિશેષ માહિતી અપાઈ, ઉદ્યોગપતિઓને લાગતા જમીનના કાયદામાં જીએસટીના કાયદામાં આઈ ટી સી ક્ષેત્રે કરવા આગામી દિવસો માંગ કરવામાં આવશે,એસઆઈએ કમિટીના મેમ્બરો સાથે સંવાદ કરવામાં આવ્યો, એસ્ટેટના વિકાસને લગતા મુદ્દા ચર્ચા કરવામાં આવ્યા,ડોમેસ્ટિક અને સોલિડ વેસ્ટની જગ્યા ફાળવણી બાબતે ચર્ચા કરવામાં આવી,તે સાથે સભામાં મેમ્બરોના અગત્યના સૂચનોને આવકારવામાં આવ્યા અને તેની ચર્ચા કરી આગામી દિવસોમાં સમાધાન કરવા આવશેની મહત્વની જાણકારી આપવામાં આવી હતી.કાર્યક્રમના અંતમાં સેક્રેટરી આનંદ પટેલે વોટ ઓફ થેંકસ આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમ અંતર્ગત એસઆઇએ ઉપપ્રમુખ કમલેશ વાસવાની, સેક્રેટરી કૌશિક પટેલ, કિશોર ગજેરા,હેમંત મંડોલી, સમીમ રીઝવી, સજ્જન મુરાર્કા જેકે રાય અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓની હાજરી વર્તાય હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *