ઉમરગામ અકરા મારુતિ મંદિર થી પાવર હાઉસ સુધી તાજેતરમાં જ ડામરના રોડનું કાર્ય પૂર્ણ કરાયું છે જોકે અકરા મારુતિથી સ્ટેશન સુધી સાત કિલોમીટર માર્ગ ના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત અકરા મારુતિ થી પાવર હાઉસ સુધી ડામરના રોડની કામગીરી ટૂંક સમય અગાઉ જ પૂર્ણ કરાઇ છે પરંતુ કામગીરી દરમિયાન ગુણવત્તા સંદર્ભે પૂરતું ધ્યાન ના રખાતા ગણતરીના દિવસોમાં જ માર્ગમાં ભુવો પડેલો જણાય આવ્યો હતો જે અંગે તંત્રનું ધ્યાન દોરતા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છેતો, હાલમાં નજીવા વરસાદ ને પગલે રીક્ષા ઈક્કો જેવા વાહનો ના ટાયરો પાણીમાં ડૂબી જતા જોવા મળ્યા. જો વધુ વરસાદ પડે તો વાહન ચલાવવું મુશ્કેલ બનશે અને ટ્રાફીક ની સમસ્યા ઉભી થાય તેમાં કોઈ નવાઈ નહી વલસાડ નું RNB વિભાગ સત્વરે નિર્ણય લઈ પાણીનો નિકાલ કરે તે જરૂરી છે. સંજાણ બ્રિજ ચડતા પહેલા સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો ને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.