શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ તાલુકા વાપી, જિલ્લા વલસાડ ખાતે સ્કૂલ સંચાલક મંડળ, ડાયરેક્ટર, આચાર્ય અને સ્કૂલ વેન સંચાલકો અને ડ્રાઇવરો સાથે મીટીંગ મળી હતી. જેમાં સ્કુલના બાળકોને લાવવા લઈ જવાના પરિવહનમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા બાબતનો વાહન વ્યવહાર કમિશનર શ્રી ગાંધીનગર ગુજરાત રાજ્ય નો પરિપત્ર ક્રમાંક 3756 તારીખ 12 જૂન 2019 તથા તા 12/6/2024 નાં રોજ માનનીય જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા બોલાવેલી બેઠકમા આપેલી સુચના સંદર્ભે માહિતી આપવામાં આવી હતી અને તેનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી કપિલ જીવનદાસજી એ સ્કૂલ વર્ધી માટે વપરાતી બસ, ઓટોરિક્ષા અને વાનના સંચાલકો માટેના વાહન વ્યવહાર કમિશનર શ્રી ગાંધીનગર નાં પરિપત્રમાં દર્શાવેલા A થી U સુધીના તમામ મુદ્દાઓની છણાવટ કરી સમજણ આપી હતી અને તેનું પાલન કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય શાસ્ત્રી સ્વામી કપિલ જીવનદાસજી , સંચાલક મંડળના સભ્ય શ્રી બાબુભાઈ સોડવડીયા, શ્રી હરેશભાઈ બોઘાણી, ડાયરેક્ટર એકેડેમિક ડો. શૈલેષ લુહાર ડાયરેક્ટર એડમીન શ્રી હિતેન ઉપાધ્યાય, આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રીમતી આશા દામા, આચાર્ય શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર ચંદ્રવદન પટેલ, આચાર્ય શ્રી સ્વામિનારાયણ ગુજરાત બોર્ડ ઈંગ્લિશ મીડીય શ્રીમતી રીનાબેન દેસાઈ, આચાર્યશ્રી શ્રી સ્વામિનારાયણ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ સીબીએસસી શ્રીમતી મીલનબેન દેસાઈ, આચાર્યશ્રી શ્રી સ્વામિનારાયણ પ્રિ પ્રાઇમરિ સ્કૂલ શ્રીમતી નીતુ સિંહ, આચાર્યશ્રી શ્રી સ્વામિનારાયણ હાઇસ્કુલ શ્રીમતી દક્ષાબેન પટેલ તથા સર્વે વાનના સંચાલકો તથા ડ્રાઇવરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.