સેલવાસથી ભિલાડ તરફ જઈ રહેલ ઇકો કારમા અથાલ નજીક અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આગ ની ઘટનાને પગલે ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળ્યા હતાં. લોકોમાં પણ ગભરાટ નો માહોલ ઉત્પન્ન થયો હતો. જો કે ફાયર જવાનોને જાણ કરતા ફાયરે પાણી નો મારો ચલાવી આગ બુઝાવી હતી. પરંતુ ત્યાં સુધીમાં કાર બળીને હડપિંજરમાં ફેરવાઈ ગઈ હતી.સેલવાસથી ભિલાડ તરફ જઈ રહેલ CNG ઇકો કાર નંબર DN09-H-2553 મા અચાનક ધુમાડો નીકળતો જોતા કાર ચાલક તાત્કાલિક ગાડીમાંથી ઉતરી ગયો હતો. કારમા આગ પકડી લીધી હતી. કારમા આગ લાગવાની ઘટના જોતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયર વિભાગને ફોન કરતા ફાયરની ટીમેં આવી કારમા લાગેલ આગને કાબુમા લીધી હતી. આ ઘટનામા કોઈ ઇજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી. પરંતુ કાર સંપૂર્ણ સળગી જતા વાહન માલિકે ભારે નુકસાન ભોગવવાનું આવ્યું છે.