Friday, December 27News That Matters

ઉમરગામ GIDC ની યાતાયાતને દિલ્હી- વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે સાથે જોડવા UIAનાં પ્રમુખે NHAIને રજુઆત કરી

દિલ્હી-વડોદરા-મુંબઈ નેશનલ એક્સપ્રેસ વે નંબર 4 હાલ નિર્માનાધિન છે. એક્સપ્રેસ વે પરથી ઉમરગામ જીઆઈડીસી તરફ આવાગમન કરવા ઈન્ટરચેન્જનો અભાવ હોવાની વિગત પ્રાપ્ત થઈ હતી. જે માટે, ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (UIA)નાં પ્રમુખ નરેશ બાંઠિયાએ નેશનલ એક્સપ્રેસ વે નંબર 4 થી ઉમરગામ GIDC નાં યાતાયાત માટે તલાસરીનાં નેશનલ હાઈવે નંબર 48 નાં ક્રોસિંગ ચેનેજ નંબર કીમી 104 મીટર 700 પર ઈન્ટરચેન્જ બનાવવાની માંગણી કરી છે.દિલ્હી-વડોદરા-મુંબઈ નેશનલ એક્સપ્રેસ વે નંબર 4 (NE-4) જે દિલ્હીથી વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, દાદરા અને નગર હવેલી, તલાસરી, વિરાર, ભિવંડી, કલ્યાણ, બદલાપુર થઈ JNPT (મુંબઈ) સુધી જનાર છે. હાલ આ નેશનલ એક્સપ્રેસ વે કામગીરી હેઠળ છે. આ નેશનલ એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોરનો મહત્વપૂર્ણ આધાર હોવાનું કહેવાય છે.

ઉમરગામ તાલુકો ઔધોગિક હબ તરીકે વિકસીત થઈ રહ્યો છે. જેમાં ઉમરગામ GIDC નો હરણફાળ વિકાસ મહત્વનો છે. અહીં વિવિધ પ્રકારનાં ઔધોગિક એકમો આવેલાં છે. ઉમરગામ જીઆઈડીસીનાં યાતાયાતનો આધાર ફક્ત નેશનલ હાઈવે નંબર 48 છે. અહીં રેલવે ટ્રાન્સપોર્ટેશનની મહદઅંશે ઉણપ છે.

મહત્વની બાબત એ છે કે, દિલ્હી-વડોદરા-મુંબઈ નેશનલ એક્સપ્રેસ વે નંબર 4 પરથી ઉમરગામ જીઆઈડીસી તરફ આવાગમન કરવા ઈન્ટરચેન્જનો અભાવ હોવાની વિગત પ્રાપ્ત થઈ હતી. જે ઉમરગામ તાલુકા તથા જીઆઈડીસીનાં ઉદ્યોગોમાં આવાગમન કરતા વાહનો માટે દુ:ખની વાત છે. જો કે, ઉમરગામ તાલુકા તથા GIDC માટે દાદરા અને નગર હવેલીમાં ઈન્ટરચેન્જ અપાયો હોવાનું જણાયું છે.

ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનનાં પ્રમુખ નરેશ બાંઠિયાએ નેશનલ એક્સપ્રેસ વે નંબર 4 થી ઉમરગામ જીઆઈડીસીનાં યાતાયાત માટે તલાસરીનાં નેશનલ હાઈવે નંબર 48 નાં ક્રોસિંગ ચેનેજ નંબર કીમી 104 મીટર 700 પર અને તલાસરીનાં કવાડા (તલાસરી-ઉમરગામ રોડ) ક્રોસિંગ ચેનેજ નંબર કીમી 99 મીટર 915 પર ઈન્ટરચેન્જ બનાવવાની માંગણી કરી છે.

વધુંમાં, ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનનાં પ્રમુખ નરેશ બાંઠિયાએ જણાવ્યું હતું કે, કોઈ પણ રાષ્ટ્રનો ઔદ્યોગિક કે આર્થિક વિકાસ, તેનાં ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક અને ત્યાંના રેલ, રાજ્ય ધોરીમાર્ગ તથા રાષ્ટ્રીય રાજમાર્ગો પર આધારિત છે. ભારત સરકારની ભારતમાલા પરિયોજનામાં રાષ્ટ્રીય રાજમાર્ગો, એક્સપ્રેસ હાઈવે અને રોડ નેટવર્ક નિર્માણ કરવાની છે. વળી, આ યોજનામાં ઈકોનોમી કોરીડોર, ઈન્ટર કોરીડોર, ફીડર રૂટ્સ, રાષ્ટ્રીય કોરીડોરને નિર્માણ કરવાનો છે.

તદ્ઉપરાંત, દેશનાં તમામ ક્ષેત્રોને વિકાસ થાય તે માટે, બોર્ડર અને ઈન્ટરનેશનલ કનેક્ટીવીટી ધરાવતા રોડ, કોસ્ટલ અને પોર્ટ કનેક્ટીવીટી તેમજ ગ્રીનફિલ્ડ એકસપ્રેસ હાઈવે નિર્માણ કરવાની પરિયોજના છે. નવાં ભારતનાં વિકાસમાં એક્સપ્રેસ વે અને ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર કોર્પોરેશન ઈન્ડિયા લીમિટેડ (DFCCIL)નો ભાગ મહત્વનો છે. ભારતમાલા પરિયોજના એકવાર પુર્ણ થયાં બાદ, નૂર લોજિસ્ટિક્સ ખર્ચ અને મુસાફરીનાં સમયમાં નોંધપાત્ર ઘટાડો જોવાં મળશે.

આ બંન્ને મહત્વનાં ઈન્ટેચેન્જથી ઉમરગામ GIDCનાં યાતાયાતને સરળ બનાવવા ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનનાં પ્રમુખ નરેશ બાંઠિયાએ ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય તથા કેન્દ્ર સરકારનાં મહત્વનાં વિભાગને રજુઆત કરી છે. પ્રમુખ નરેશ બાંઠિયાએ, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, હાલનાં ચુંટાયેલા સાંસદ ધવલ પટેલ તથા ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકરને પણ મદદરૂપ થવાં તાકિદ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *