સેલવાસના બહુમાળી કોમ્પ્લેક્ષ ખાતે એક જ રાતમા 14થી વધુ દ્વિચક્રી વાહનના પાર્ટસ,પૈસા અને પેટ્રોલની ચોરી કરતો ઈસમ CCTV કેમેરામા જોવા મળ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર પ્રશાસન દ્વારા બહુમાળી કોમ્પલેક્ષ સરકારી કર્મચારીઓના રહેવા માટે બનાવવામા આવેલ છે. જેમા વર્ષોથી રહેતા કર્મચારીઓ રાબેતા મુજબ નોકરી પરથી આવી પોતપોતાના વાહનો બીલ્ડીંગ નજીક પાર્ક કરે છે. સવારે જયારે ફરી નોકરી પર જવાના સમયે ચેક કરતા એમના મોપેડના સાઈડ ગ્લાસ કોઈએ કાઢી નાખેલા જોવા મળ્યા હતાં.
કેટલાક મોપેડની ડીકીઓ પણ તુટેલી અને એની અંદરથી સામાન ચોરાયેલો જોવા મળ્યો હતો. કેટલીક બાઈકો અને મોપેડમાંથી પેટ્રોલ પણ ચોરાયુ હતું. કોમ્પ્લેક્ષમા એક અધિકારીએ પોતાના ક્વાટર્સ બહાર લગાવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા મોડી રાત્રે કોઈ અજાણ્યો ઈસમ પાર્ક કરેલ મોપેડ અને બાઈકોમાથી પાર્ટસ, પૈસા અને પેટ્રોલની ચોરી કરતો જોવા મળ્યો હતો.