Friday, January 3News That Matters

વલસાડ SOG એ 32.89 કરોડની રકમ ભરવાને બદલે નાસતા ફરતા સ્વાન ઇન્ફોકોમ પ્રા.લી.ના ડાયરેકટરોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી

વર્ષ 2020માં વાણિજ્ય વેરો, વ્યાજ અને દંડની રકમ મળી કુલ 32,89,59,142 રૂપિયાની રકમ નહી ભરપાઇ કરનારા આરોપી ડાયરેકટરોને વલસાડ SOG એ રાધનપુર થી ઝડપી પાડ્યા છે. સ્વાન ઇન્ફોકોમ પ્રા.લી.ના ડાયરેક્ટર રાજેન્દ્ર શંકરલાલ ઠક્કર તથા અરૂણાબેન રાજેન્દ્રભાઈ ઠક્કર સામે ડુંગરા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાઈ હતી. જે ગુન્હામાં તેઓ 4 વર્ષથી નાસતા ફરતા હતાં. બંને ડાયરેકટરોને વલસાડ SOG એ ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે ડુંગરા પોલીસ ને સુપ્રત કર્યા છે.

ડુંગરા પો.સ્ટે. વિસ્તારના લવાછા સેલવાસ રોડ ઉપર આવેલ દેવ ઇન્ફોટેક પ્રા.લી. નામની કંપનીની જગ્યાએ સ્વાન ઇન્ફોકોમ પ્રા.લી. નામની કંપની તરીકે નામ બદલી ડાયરેકટરોએ ધંધાના સ્થળમાં ચાંદખેડા, અમદાવાદનો વધારો કરી કોમ્પ્યુટર્સ તથા કોમ્પ્યુટર્સ પાર્ટસ તથા ઇલેકટ્રીક વસ્તુઓનું ખરીદ વેચાણનો ધંધો શરૂ કર્યો હતો. તેઓએ વર્ષ 2008-09 તથા વર્ષ 2009-10 સુધીનો વેરો, વ્યાજ, દંડની કુલ રકમ 32,89,59,142 રૂપિયાની ભરપાઇ કરી નહોતી.

જે મામલે ધી ગુજરાત મુલ્ય વર્ધીત વેરા અધિનીયમ સને 2003 ની કલમ 85 ની પેટા કલમ (1), (ખ) (ઘ) મુજબ ગુનો સ્વાન ઇન્ફોકોમ પ્રા.લી. કંપનીના ડાયરેકટરો વિરૂધ્ધ તારીખ 30/09/2020 ના રોજ નોંધાયેલ હતી. આરોપીઓ સહાયક રાજ્યવેરા કમીશ્નરની કચેરી ખાતે જણાવેલ રહેઠાણ તથા ધંધાના વાપી તથા અમદાવાદનું સરનામું છોડી અને પોતાનું રહેઠાણ તથા ધંધાનું સરનામું બદલી પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતા-ફરતા હતાં.

આ ગુન્હા ના ઉકેલ માટે ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સ આધારે વલસાડ પોલીસે તપાસ હાથ ધરી હતી. છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપીઓ હાલ રાધનપુર, શીતલ સોસાયટી ખાતે રહેતા હોવાની બાતમી મળી હતી. જેથી SOG ની ટીમે રાજેન્દ્ર શંકરલાલ ઠક્કર તથા અરૂણાબેન રાજેન્દ્રભાઈ ઠક્કરને તેમના રહેણાંક ઘરેથી ઝડપી પાડ્યા હતાં. ગુનાની આગળની તપાસ કાર્યવાહી અર્થે આરોપીઓને ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS), સુરત વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા (IPS)એ વલસાડ જિલ્લામાં અલગ અલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારૂ ઝુંબેશ હાથ ધરેલ હતી. જે અંગે તેઓની સુચના અને SOG PI એ. યુ. રોઝના માર્ગદર્શન મુજબ PSI બી. એચ. રાઠોડની ટીમ દ્રારા વલસાડ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલ ગુનાઓના કેસ પેપરોનો ઉંડાણ પુર્વક અભ્યાસ કરી તેમાંથી કલું મેળવી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પ્રયત્ન હાથ ધર્યા હતા. જેમાં, ASI સયદભાઇ બાબનભાઇ, અ.હે.કો દિપકસિંહ બાપુસિંહ, વુ.પો.કો. નેહાબેન વસનભાઇ ઢીમર ડુંગરા પો.સ્ટે. વિગેરે પોલીસ સ્ટાફે ટીમવર્કથી સફળતા મેળવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *