Sunday, December 22News That Matters

વાપીના છરવાડા ક્રિકેટ ગ્રાઉન્ડમાં અવિક ફાર્માસ્યૂટીકલ લિમિટેડ દ્વારા ANVISA – CUP-2024 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

વાપી GIDC માં કાર્યરત અવિક ફાર્માસ્યૂટીકલ લિમિટેડ કંપની માં ANVISA AUDIT (BRAZIL) સફળતા પૂર્વક પૂર્ણ થતાં અવિક ફાર્માસ્યૂટીકલ કંપનીમાં ખુશીનો માહોલ છવાયો છે. જે અંતર્ગત અવિક ફાર્માસ્યૂટીકલ લિમિટેડ કંપનીના મેનેજમેંટ દ્વારા ANVISA-CUP ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ટુર્નામેન્ટ છરવાડા ગ્રામ પંચાયત હસ્તકના ક્રિકેટ મેદાન ખાતે યોજાઈ હતી.

ANVISA-CUP -2024 ક્રિકેટ ટુર્નામેન્ટનું તારીખ 14/04/2024 રવિવાર ના છરવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ વાપી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના જુદાં-જુદાં વિભાગમાંથી પ્લાન્ટ હેડ Dr. Abhaykumar Chheda ના માર્ગદશન હેઠળ પાંચ Playing XI ની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી. ક્રિકેટ ટીમમાં Team-1-Kings XI (કેપ્ટન Nishant Patel) Team-2-President – XI (Dr. Abhay Chheda) Team-3 Eleven All-rounder (Kiran Patel), Team-4 Bajarangi XI (Hiral Patel) અને Team – 5 The Royal Rider (Ramesh Madhani) આ પાંચે ટીમના યુવા ખેલાડીઓએ arrangement committeeની હાજરીમાં સવારે 9.00 વાગ્યે ક્રિકેટ ગ્રાઉંડ ઉપર ક્રિકેટ મેચનો પ્રારંભ કર્યો હતો.

ક્રિકેટ ટુર્નામેન્ટ ના પ્રારંભે રાષ્ટ્રીય ગીત ગાવામાં આવ્યુ હતું. સાથે કંપની ના પ્લાન્ટ હેડ દ્વારા ક્રિકેટ ટૂર્નામેંટ ની શરૂઆત કરાવવામાં આવી હતી. પાંચે ટીમ વચ્ચે ચિઠ્ઠી ઉછાડી ટીમ ને A,B,C,D અને E તરીકે વિભાજિત કરવામાં આવી હતીમ પ્રથમ મેચ ટીમ- Kings XI અને ટીમ Bajarangi XI સાથે 6 ઓવરનો મુકાબલો થયો હતો. જેમાં ટીમ Kings XI ની જીત થઈ હતી.

બીજી મેચ ટીમ Eleven All-rounder અને The Royal Riders વચ્ચે 6 ઓવરનો મુકાબલો થયો હતો જેમાં Eleven All -Rounder ટીમ ની જીત થઇ હતી. આ મેચ ખુબજ રોમાંચક ભરી હતી આ મેચ ને યુવા ખેલાડીઓએ ખુબજ ઉત્સાહથી નિહાળી હતી. ત્રીજી ક્રિકેટ મેચ બંને હારેલ ટીમ જેવી કે Bajrangi XI અને The Royal Riders વચ્ચે 1 ઓવરનો મુકાબલો થયો હતો જેમાં The Royal Riders ને જીત મળી હતી. આ ટીમે સેમી ફાઇનલ માં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ બપોરના ભોજન નું આયોજન કરી ચોથી સેમી ફાઇનલ ટીમ માટે બાય મળેલ ટીમ President Xi અને એક ઓવર ની મેચમાં હારેલ ટીમ Bajrangi XI વચ્ચે મુકાબલો થયો હતો એમાં Bajrangi XI ટીમ ને જીત મળી હતી અને તે ટીમ સેમી ફાઇનલ માં પોહચી હતી.

પહેલી સેમી ફાઇનલ Kings XI અને Eleven All Rounder’s ટીમ વચ્ચે મુકાબલો થયો હતો તેમાં Eleven All Rounder’s એ વિજય મેળવી ફાઇનલ માં પ્રવેશ કર્યો હતો અને બીજી સેમી ફાઇનલ Bajrangi XI અને The Royal Riders વચ્ચે મુકાબલો થયો હતો તેમાં Bajrangi XI વિજય મેળવી ફાઇનલ માં પ્રવેશ કર્યો’ હતો.

અંતે ફાઇનલ મેચમાં Bajrangi XI અને Eleven All Rounder’s વચ્ચે મુકાબલો થયો હતો તેમાં પ્રથમ બેટિંગ Eleven All Rounder દ્વારા 6 ઓવરમાં 54 રન ફટકાર્યા હતા જે મુકાબલાને Bajrangi XI એ ખુબજ મહેનત અને લગન થી જીત મેળવી 55 રન પૂરા કર્યા હતા અંતે ANVISA Trophy વિતરણ કરાઈ હતી. જેમાં Best Bowler Sushil dhodi, Vimal Patel, Mehul Patel, Devendra Patel અને Meet Patel તેઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેમને Best Bowler ની Trophy આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા.

Best Batsmen Sushil dhodi, Vimal Patel, Sagar Patel અને Kiran Patel એ સારો રોલ નિભાવ્યો હતી એમને પણ Trophy આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ Man of the Series તરીકે Sushil Dhodi એ મુખ્ય ભૂમિકા ભજવી હતી જેથી એમેને Man of the Series ની ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

સાથે સાથે મહિલા પ્લેયર તરીકે Mrs. Dhruvini Patel એ સારો ભાગ ભજવ્યો હતો તેથી એમેને પણ Female Trophy આપી સન્માનીત કરવામાં આવી હતી ત્યાર બાદ Runner’s-up તરીકે Eleven All Rounders ટીમ ને Trophy આપી સન્માનીત કરવામાં આવ્યા હતા અંતે ફાઇનલ વિજેતા તરીકે Bajrangi XI ને ખુબજ માન સન્માન થી Trophy આપી સન્માનીત કરવામાં આવ્યા હતા આ તમામ ટીમે ખુબજ સારી રીતે પોતાની મહત્વની ભૂમિકા ભજવી હતી તેમજ બધા યુવા ખેલાડીઓ ઉત્સાહભર્યા હતા અને તેઓએ ચુસ્તપણે ક્રિકેટ ના બધા નિયમોનું પાલન કર્યું હતું આ સાથે બધા યુવા ખેલાડીઓને પ્લાન્ટ હેડ Dr. Abhaykumar Chheda દ્વારા ખુબજ અભિવાદન આપવામાં આવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *