Friday, January 31News That Matters

લો બોલો…! A’ ગ્રેડના વાપી રેલવે સ્ટેશને મુસાફરો પીવાના પાણી માટે વલખા મારે છે. સામાજિક સંસ્થાની પરબો શોભાના ગાંઠિયા સમાન

ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ વાપી રેલવે સ્ટેશનને મુસાફરોએ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. વાપી રેલવે સ્ટેશન દક્ષિણ ગુજરાતમાં A ગ્રેડનું સ્ટેશન છે. અહીં અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી હોવાના બણગાં ફૂંકાઈ રહ્યા છે. સામાજિક સંસ્થાઓએ અહીં મુસાફરોને પીવાનું પાણી મળી રહે એ માટે પરબો બનાવી છે. પરંતુ આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરબ ના નળમાંથી એક ટીપું પાણી પણ નીકળતું ના હોય મુસાફરો તરસ છીપાવવા વલખા મારી રહ્યા છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ વાપી રેલવે સ્ટેશનને મુસાફરોએ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. વાપી રેલવે સ્ટેશન દક્ષિણ ગુજરાતનું A ગ્રેડનું રેલવે સ્ટેશન છે. તો, સૌથી વધુ આવક રળી આપતું પશ્ચિમ રેલવે નું મહત્વનું રેલવે સ્ટેશન છે. હાલમાં અહીં અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી હોવાના બણગાં ફૂંકાઈ રહ્યા છે. એવા સમયે મુસાફરો માટે પીવાના પાણીની તંગી સર્જાઈ છે. સામાજિક સંસ્થાઓએ અહીં મુસાફરોને પીવાનું પાણી મળી રહે એ માટે પરબો બનાવી છે. જેના નળમાંથી એક ટીપું પાણી પણ નીકળતું ના હોય એ પરબો શોભાના ગાંઠિયા બની છે.

વાપી રેલવે સ્ટેશનને સર્જાયેલી પાણીની તંગી અંગે સ્ટેશન મેનેજર સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ તે સ્વીકાર કરતા જણાવ્યું હતું કે, વાપી રેલવે સ્ટેશનને વાપી GIDC દ્વારા દમણગંગા નદીમાંથી પાઇપલાઇન દ્વારા પાણી પૂરું પડાય છે. પાઇપલાઇન દ્વારા આવતું આ પાણી રેલવે સ્ટેશનના કૂવામાં ઠાલવી ત્યાંથી સ્ટેશન પર દરેક પરબ માં સપ્લાય કરવામા આવે છે. એ ઉપરાંત રેલવે તંત્ર દ્વારા 3 જેટલા બોર બનાવવામાં આવ્યા છે. જેનું પાણી પણ મુસાફરોની તરસ છીપાવવામાં વપરાય છે.

જો કે, આ વર્ષે ત્રણેક દિવસ પહેલા GIDC ની પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે. જેથી GIDC નું પાણી મળતું નથી. તો, રેલવે વિભાગ દ્વારા બનાવેલ બોરનું પાણી પણ સુકાઈ ગયું છે. એટલે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઇ છે. જે અંગે રેલવે વિભાગ દ્વારા GIDC ને રજુઆત કરવામાં આવી છે. પરંતુ તૂટેલી પાઈપલાઈન નું સમારકામ હજુ સુધી થયું નથી. ત્રણેક દિવસથી રેલવે સ્ટેશને મુસાફરો પાણી વિના ટળવળી રહ્યા છે. પાઇપલાઇનની મરામત એકાદ બે દિવસમાં થશે તો ફરી રાબેતા મુજબ પાણી મળતું થશે. ત્યાં સુધી મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *