Tuesday, February 25News That Matters

વલસાડ જીલ્લા ભાજપ સંગઠન અને વલસાડ જીલ્લા સમસ્ત યોગ પરીવાર દ્વારા યોગ શિબિરનું કરાયું આયોજન

ગુરુવાર 11મી એપ્રિલ 2024ના વાપીના VIA ખાતે વલસાડ જીલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠન અને વલસાડ જીલ્લા સમસ્ત યોગ પરીવાર દ્વારા યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

તન અને મનની તંદુરસ્તી માટે અયોજીય યોગ અને ધ્યાન શિબીર યોગ ચેતનાથી રાષ્ટ્ર ચેતનાનું ગુજરાત સરકારના નાણા, ઉજાઁ, પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ ડાંગ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, વાપી શહેર ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ ની વિષેશ ઉપસ્થિતિ માં તેમજ સ્વામીનારાયણ ગુરુકુલ ના શ્રી કપિલ સ્વામીના સાનિધ્યમાં તેમજ યોગ ગુરુ તરીકે શ્રીમતિ પ્રિતિબેન પાંડે, મુકેશભાઈ કોશીયા, રામ સ્વામી, શહેર મહામંત્રી વિરાજભાઈ દક્ષિણી ભવલેષભાઈ કોટડીયા વિઠ્ઠલભાઈ પટેલ ના માગઁદશઁનમા વાપીના વીઆઈએ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ શિબિરમાં, નગરસેવકોક, સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, વિવિધ સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ સહભાગી થયા હતા.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *