Thursday, December 26News That Matters

લગ્ન કરવાનું કહેતી પ્રેમિકાને પ્રેમીએ જ ગળેટૂંપો આપી હત્યા કરી લાશને તળાવમાં ફેંકી દીધી

ઉમરગામ તાલુકાના ભીલાડ પોલીસ મથકના હદ વિસ્તારમાં અને ભિલાડ નરોલી જતા તળાવ પાડા ખાતે તળાવમાંથી 2જી એપ્રિલની સાંજના સમયે એક અજાણી યુવતીની હત્યા કરેલી હાલતમાં શંકાસ્પદ લાશ મળી હતી. જે અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાની જાણ ભિલાડ પોલીસ અને સ્થાનિક આગ્રણીઓને કરી હતી. આ ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી યુવતીની હત્યા કરનાર તેના પ્રેમી અને મિત્રની ધરપકડ કરી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
ભિલાડ ના તળાવ માં મૃતદેહ મળતા ભીલાડ પોલીસની ટીમને કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી હતી. પાણીમાં તરતી લાશને પાણીમાંથી બહાર કાઢી હતી. અજાણી મૃતક મહિલાએ શરીર પર કાળા કલર નું જીન્સ તથા કથ્થઈ કલરનું પ્લસ્ટિકના મણકા વાળું ટોપ, કાનમાં સોનાની બુટ્ટી, હાથમાં સ્ટીલનું કડું પહેરેલું હતું. ગળામાં તુલસીની માળા હતી. જેના આધારે ભીલાડ પોલીસે તેના વાલી વારસાઓને શોધવાની તજવીજ હાથ ધરી હતી. ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસે ઓળખ કરવા સ્થાનિક આગેવાનો અને આજુબાજુના પોલીસ મથકોમાં યુવતીના મૃતદેહનો ફોટો મોકલાવી ઓળખ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં વાપી તાલુકાના મોટી તંબાળી વિસ્તારમાં રહેતી મુકબધીર 31 વર્ષીય મંજુલાબેન વારલી હોવાનું સામે આવ્યું હતું.
મુકબધીર મંજુલાબેન નજીકમાં આવેલી ખાનગી શાળામાં સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી. તે શાળામાં જઈને ચેક કરતા ભિલાડ ખાતે રહેતા અજય ગુલાબભાઈ પટેલ સાથે ઘણા સમયથી મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ હોવાનું સામે આવ્યું હતું. વલસાડ જિલ્લા SP કરનરાજ વાઘેલાના નેતૃત્વમાં વલસાડ LCB, SOG અને ભિલાડ પોલીસે પ્રેમી યુવકની પ્રાથમિક પૂછપરછ કરતા 31 માર્ચના રોજ મંજુલાબેનના પ્રેમી અજય પટેલે મંજુલાને મળવા બોલાવી હતી.
મંજુલાબેન વારંવાર અજય પટેલને લગ્ન કરવા દબાણ કરતી હતી. જેનાથી કંટાળી અજય પટેલે મંજુલાબેનની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. અને મંજુલાબેનની હત્યા કર્યા બાદ મિત્રોની મદદ લઈને એક ફેનસિંગ પોલ સાથે મંજુલાબેનની લાશને બાંધીને નજીકમાં આવેલા તળાવમાં ફેંકી જતા રહ્યા હતાં. વલસાડ જિલ્લા પોલીસે મુકબધીર યુવતીની હત્યાના ગુનામાં પ્રેમી અજય ગુલાબભાઈ પટેલ અને 45 વર્ષીય ઉત્તમ ઈશ્વર વારલીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *