ભિલાડ પોલીસે સરીગામ GIDC વિસ્તારમાં આવેલ એન.આર.અગ્રવાલ કંપનીમાં થયેલ કોપર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓને તમામ મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલ આરોપીઓ નવી બનતી કંપની તથા રીનોવેશન થતી કંપનીઓમાંથી પેનલમાં લાગેલ કોન્ટ્રેક્ટરમાંથી કોપરના કોન્ટ્રેકટ કીટ સેટ કાઢી ચોરી કરવાની ટેવવાળા છે. જેઓએ એન. આર. અગ્રવાલ કંપનીમાંથી 7લાખ 5 હજારની કિંમતના કોપરના કોન્ટ્રેકટ કીટ સેટના 47 નંગની ચોરી કરી નાસી ગયા હતાં.
ગઇ તારીખ 02/04/2024ના સરીગામ GIDC માં આવેલ એન.આર. અગ્રવાલ ઇન્ડસ્ટીઝ લી. યુનીટ નંબર 05ના એક્સપાંશન પ્રોજેકટ પેપર મશીનના ફસ્ટ ફ્લોર સેક્સન ડ્રાઇવ રૂમ તથા પલ્પમીલ ફસ્ટ ફલોર MCC પેનલ રૂમમાંથી પેનલમાં લાગેલ કોન્ટ્રેક્ટરમાંથી કોપરના કોન્ટ્રેકટ કીટ સેટ નંગ 47 જેની કુલ કિ.રૂ. 7,05,000ના મુદ્દામાલની ચોરી થઈ હતી. જે અનુસંધાને ભીલાડ પોલીસ સ્ટેશનના PSI એસ.આર. સુસલાદે તથા સેકન્ડ PSI એસ.એલ.દેસાઇએ અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યા ઉપર તથા આજુબાજુના રૂટ ઉપરના સી.સી.ટી.વી. કેમેરા ફુટેજ મેળવી ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન રીસોર્સીસ આધારે ચોરી કરનાર 5 આરોપીઓને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે, એન. આર. અગ્રવાલ ઇન્ડ્રસ્ટીઝ લી, યુનીટ નંબર 05માંથી પેનલમાં લાગેલ કોન્ટ્રેક્ટરમાંથી કોપરના કોન્ટ્રેકટ કીટ સેટ નંગ-47 જેની કુલ કિ.રૂ. 7,05,000 નો મુદ્દામાલ ચોરી કરનાર ઇસમો સરીગામ, બાયપાસ રોડ, મદુરા કંપનીની સામેની સાઇડે આવેલ સનસાઇન બિલ્ડિંગના બીજા માળે આવેલ રૂમ નંબર 22 માં છે. જ્યાં રેઇડ કરી ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ (1) ચંદ્રપ્રકાશ ઉર્ફે બડોહી વિજય પ્રકાશ સિંહ, (2) લક્ષ્મણ નન્હેલાલ પાલ, (3) અજય જયનાથ સિંહ ગૃહરવાલ, (4) મનોજકુમાર લલન બિન્દ્ર, (5) યાતેંદ્રા પ્રતાપ ઉર્ફે ઘનશ્યામ બેલરામ સિંહને ઝડપી પાડી તેના કબ્જામાંથી 7 લાખ 5 હજારના કોપરના કોન્ટ્રેકટ કીટ સેટના 47 નંગ કબ્જે કરી આરોપીઓની ધરપકડ કરી હતી.
પકડાયેલ આરોપીઓ નવી બનતી કંપની તથા રીનોવેશન થતી કંપનીઓ માંથી પેનલમાં લાગેલ કોન્ટ્રેક્ટરમાંથી કોપરના કોન્ટ્રેકટ કીટ સેટ કાઢી ચોરી કરવાની ટેવવાળા છે. જેને દબોચી લઈ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં ભિલાડ પોલીસને મહત્વની સફળતા મળી છે.