Friday, January 31News That Matters

NDRF Mock Drill :- વલસાડના હનુમાન ભાગડા ખાતે ઔરંગા નદીમાં ડૂબતા 6 લોકોને NDRF ની ટીમેં રેસ્ક્યુ કર્યા

વલસાડ :- વલસાડ જિલ્લામાં ભારે વરસાદ દરમ્યાન ઔરંગા નદીમાં આવતા પુરથી લોકો સલામત રહે સુરક્ષિત રહે તેવા ઉદ્દેશ્યથી NDRF ની ટીમ દ્વારા ઔરંગા નદીના કાંઠા વિસ્તારમાં આવેલ હનુમાનભાગડા ખાતે મૉકડ્રિલનું આયોજન કરાયું હતું.
મૉક ડ્રિલ અંગે ઉભા કરેલા સિનારિયો મુજબ વહીવટી તંત્રને સવારે 9:30 વાગ્યે કોલ આવ્યો હતો કે હનુમાનભાગડા વિસ્તારમાં ભારે વરસાદને કારણે નદીના પાણી ઘરોમાં ઘુસી ગયા છે. આ જાણકારી NDRF ની ટીમને મળતા તેની એક બચાવ ટુકડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. 
બચાવ ટીમે તાત્કાલિક ત્યાં ફસાયેલા લોકોને પોતાના ઘરમાંથી બહાર કાઢી બસ મારફતે શેલ્ટર હોમમાં ખસેડયા હતાં. જે દરમ્યાન ફરી વહીવટીતંત્રએ સૂચના આપી હતી કે ઔરંગા નદીમાં 5 થી 6 લોકો તણાયા છે. અને તે ડૂબી રહ્યા છે. જેને બચાવવામાં આવે જે સૂચના આધારે ટીમે તાત્કાલિક બોટ મારફતે 6 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લીધા હતાં.
મૉક ડ્રિલ માં NDRF ના 21 જવાનો, પોલીસના 18 જવાનો, મહેસુલ વિભાગના 10 કર્મચારીઓ, 7 હોસ્પિટલ સ્ટાફ, 20 ફાયરના જવાનો, 6 નાગરિક સંરક્ષણ, 12 નગરપાલિકાના કર્મચારીઓ સહિત કુલ 94 લોકો સહભાગી થયા હતાં. મૉક ડ્રિલ માં જોડાયેલ તમામે કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કર્યું હતું.
આ મૉક ડ્રિલ કવાયત પ્રસંગે વહીવટીતંત્ર તરફથી કલેકટર ક્ષીપ્રા અગ્રે, અધિક કલેકટર એમ. એ. રાજપૂત, પ્રાંત અધિકારી નિલેશ કાકડીયા, મામલતદાર, ચીફ ઓફિસર, TDO સહિત ફાયરના જવાનો અને સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *