વાપીમાં આવેલ ફોર્ચ્યુન લેન્ડ માર્ક ખાતે ચેઝકેક મિલ્સ નામની કેક શોપનો 10મી માર્ચ રવિવારના શુભારંભ કરવામાં આવ્યો છે. આ કેક શૉપ માં પ્યોર વેજ અને ઓર્ગેનિક્સ કેક બનાવવામાં આવે છે. ગુજરાતમાં સુરત બાદ વાપીમાં તેની ત્રીજી બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે.
વાપીમાં શરૂ થયેલ ચિઝકેક મિલ્સ નામની કેક શૉપ એક જાણીતી બ્રાન્ડ છે. જે અંગે કેક શોપના મનોજ ઉગરાણી એ જણાવ્યું હતું કે, આ કેક શૉપની સુરત બાદ વાપીમાં આ ત્રીજી શાખા છે. સુરતમાં આ કેક શૉપ સુરતના જ નહીં પરંતુ વાપી વલસાડના કેક શોખીનોની પહેલી પસંદ રહી છે. વાપી વલસાડના આ ગ્રાહકોની માંગ હતી કે વાપીમાં આ કેક શોપની શાખા ખુલે જેથી આ કેક શૉપ નો શુભારંભ કરવામાં આવ્યો છે.
ચિઝકેક મિલ્સમાં તૈયાર કરવામાં આવતી દરેક કેક ચીઝ અને અન્ય ફ્રૂટ સહિતની ખાદ્ય ચીજમાંથી બનાવવામાં આવે છે. આ કેક 100 ટકા વેજ તેમજ ઓર્ગેનિક્સ ફૂડમાંથી બનાવવામાં આવે છે. ચીજ કેકની કેટલીક વેરાયટી 15 કલાક બાદ બને છે. જેમાં તેમની પારંગતતા છે. કેક માટે ઓરિઝનલ કેક નો જ ઉપયોગ કરવામાં આવે છે. ચોકલેટ અને ફ્રૂટનો ઉપયોગ કરી લગભગ 200 જેટલી વેરાયટીની કેક ચિઝકેક મિલ્સ માં બનાવવામાં આવે છે. એ ઉપરાંત સીઝનલ ફ્રૂટ દરમ્યાન સીઝનલ ફ્રૂટનો ઉપયોગ કરી ફ્રૂટ કેક બનાવવામાં આવે છે.
ચિઝકેક મિલ્સ ના શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ ચીઝ, ચોકલેટ, ફ્રૂટ માંથી બનેલ અલગ અલગ વેરાયટીની કેક ખરીદી કરી તેનો સ્વાદ ચાખ્યો હતો.