વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ વલસાડ જિલ્લાના 152 યુવાનોનું સપનું સાકાર કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે. ગૃહ વિભાગની વિશેષ ગ્રાન્ટનો લાભ મેળવી વલસાડ જિલ્લાના હેડ કવાટર્સ ખાતે એક મહિના સુધી 152 વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની આગોતરી તાલીમ આપી સજ્જ કર્યા છે. આ પૂર્વ તાલીમ બાદ યુવાનો PI, PSI, LRD, તલાટી કમ મંત્રી અને કોન્ટેબલ સહિત વર્ગ 2, 3 અને 4 ની સ્પર્ધાત્મક પરિક્ષાર્થીમાં ઉત્સાહભેર ભાગ લઈ શકશે. આ તાલીમ વર્ગમાં ઇનડોર કલાસીસ અને આઉટડોર ફિઝિકલ તાલીમ આપવામાં આવી હતી. 28મી જાન્યુઆરી 2024થી 28મી ફેબ્રુઆરી 2024 ના 30 દિવસની આ તાલીમ બાદ તમામ 152 વિદ્યાર્થીઓ ને આગામી સ્પર્ધાત્મક પરીક્ષામાં વલસાડનું નામ રોશન કરવાની શુભેચ્છાઓ આપી હતી.
વલસાડ પોલીસ હેડ ક્વાર્ટસ ખાતે 152 જેટલા વિદ્યાર્થીઓ ને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ માટેના નિઃશુલ્ક વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ દરમ્યાન તમામ વિદ્યાર્થીઓને હેડ કવાટર્સ ખાતે જ રહેવાની અને જમવાની વ્યવસ્થા વલસાડ પોલીસ અધિક્ષક ડૉ. કરણરાજ વાઘેલા દ્વારા પુરી પડાઈ હતી. હેડ કવાટર્સ ખાતે નિષ્ણાંત તાલીમી જવાનો દ્વારા તાલીમ અપાઈ હતી. આ તાલીમ વર્ગમાં ઇનડોર કલાસીસ અને આઉટડોર ફિઝિકલ તાલીમ આપવામાં આવી હતી. 28મી જાન્યુઆરી 2024થી 28મી ફેબ્રુઆરી 2024 ના 30 દિવસની આ તાલીમ અપાઈ હતી.
વલસાડ જિલ્લો આંતરરાજ્ય સરહદી જિલ્લો છે. અહીં મોટાભાગનો વિસ્તાર આદિવાસી વિસ્તાર છે. જેમાંના અનેક યુવાનોનું સપનું સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી લોક રક્ષક દળ, અર્ધ લશ્કરી દળ તથા લશ્કરી દળ માં જોડાવાનું હોય છે. પરંતુ યોગ્ય તાલીમના અભાવે આવી પરીક્ષામાં યુવાનો પાસ થઈ જોડાઈ શકતા નથી. આવા યુવાનોને આ સ્પર્ધાત્મક પરીક્ષાની એડવાન્સ ટ્રેનિંગ આપી સજ્જ કરવામાં આવે તો અનેક યુવાનો તેમનું સપનું સાકાર કરી શકે.
આ ઉદેશ્ય સાથે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરાજરાજ વાઘેલાએ ગૃહ વિભાગ સાથે સંકલન સાધી સ્પેશ્યલ ST વર્ગના સ્પર્ધાત્મક પરીક્ષાના પરિક્ષાર્થીઓ માટે પોલીસ હેડ કવાર્ટર વલસાડ ખાતે નિઃશુલ્ક તાલીમની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ બેચમાં 60 તાલીમાર્થીઓ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જો કે આ તાલીમ માટે 152 જેટલા યુવાનોએ ફોર્મ ભર્યા હતાં. જેથી વિશેષ ગ્રાન્ટ હેઠળ તમામને આવતી લઈ 1 માસની નિઃશુલ્ક તાલીમ આપી હતી. 1 મહિનાની તાલીમમાં તમામ વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી ઇનડોર તાલીમ અને ફિઝિકલ લક્ષી આઉટડોર તાલીમ આપવામાં આવી હતી. કોઈપણ પરીક્ષા માટે યુવાનોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે. જેને ધ્યાને રાખી આઉટડોર તાલીમમાં વિવિધ વ્યાયામ સાથે સજ્જ કરવામાં આવ્યા હતાં. પ્રેક્ટિકલ અને થિએરિકલ તાલીમ પુરી પાડવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વ તાલીમ બાદ યુવાનો PI, PSI, LRD, તલાટી કમ મંત્રી અને કોન્ટેબલ સહિત વર્ગ 2, 3 અને 4 ની સ્પર્ધાત્મક પરિક્ષાર્થીમાં ઉત્સાહભેર ભાગ લઈ શકશે. વલસાડ જિલ્લામાં આ તાલીમ સેન્ટરમાં 152 વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની તમામ સગવડો સરકાર ની વિશેષ ગ્રાન્ટ હેઠળ નિઃશુલ્ક પુરી પાડી હતી. 30 દિવસની આ તાલીમ બાદ તમામ 152 વિદ્યાર્થીઓ ને આગામી સ્પર્ધાત્મક પરીક્ષામાં વલસાડનું નામ રોશન કરવાની શુભેચ્છાઓ આપી છે.