Sunday, December 22News That Matters

ભાવનગરના ડૉ. તેજસ દોશીના પ્રોજેક્ટને UGC દ્વારા પ્રસિદ્ધ થતાં આંતર રાષ્ટ્રીય જર્નલ માં સ્થાન અપાયું

તમારું કામ એટલી શાંતિ થી કરો કે સફળતા શોર મચાવી દે….. આ વાક્ય ને શબ્દ:સહ જીવતા માણસ એટલે ભાવનગરના ડૉ તેજસ દોશી…. આ નામ ભાવનગર માટે જરાય અજાણ્યું નથી જ… તેમણે કરેલ સમાજ માં જાગૃતિ અભિયાન કે જે “નો હોર્ન મોવમેન્ટ” “નો યુસ ઓફ પ્લાસ્ટિક” ને બધા જાણે જ છે. તેમના આ સરાહનીય કાર્ય ને સંશોધન તરીકે વખાણી પ્રતિષ્ઠિત સંસ્થાએ બિરદાવ્યું છે.
ડૉ તેજસ દોશી પર ગાંધીનગર ના પ્રોફેસર ઊર્વી અમીન અને તેમની ટીમ – સ્વાતિ સક્સેના, શિવનીસિંહ પરમાર અને નીતીશકુમાર સિંઘએ એક સંશોધન પેપેર લખ્યું છે. જે ઇન્ટરનેશનલ કોન્ફેરન્સ માં રજુ પણ કરવામાં આવ્યું હતું. આ સંશોધન પેપર યુ જી સી – કેર લિસ્ટેડ જર્નલ માં પ્રકાશિત પણ થયું હતું. તમામ સંશોધનકર્તા સતત ર્ડો તેજસ દોશી પાસે થી માર્ગદર્શન લઇ અને આ વિષય નો વિકાસ કરતા હતા.

તેજસભાઈએ કરેલા તમામ કામ ની બધી વિગત ને ધ્યાનમાં લઇ અને બધા જ સંશોધનકારોએ તેને પોતાનાથી બનતો ન્યાય આપ્યો છે. અને તેના જ પરિણામ સ્વરૂપે આ નવું સફળતા નું સોપાન મળ્યું છે. ડૉ. તેજસ દોશી ના આ ઉમદા કાર્યની ચારેતરફ સરાહના થઈ રહી છે. તેમની સફળતાની લોકો ચર્ચા કરે છે. “ઇકો બ્રિક્સ: નવા ભવિષ્ય તરફ પરિવર્તનની પ્રક્રિયા.” પર્સપેકટીવ ઈન સોશ્યિલ વર્ક જર્નલ – ISSN: 0974-5114- વોલ્યુમ: 38 , નંબર 3 ડિસેમ્બર, 2023 UGC કેર લિસ્ટેડ જર્નલ માં સ્થાન પામ્યું છે. ડૉ. તેજસ દોશીએ કરેલું કામ સાચે જ પ્રસંશનીય છે અને આમ જ તેની સતત નોંધ લેવાતી જ રહેશે.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *