Friday, October 18News That Matters

KPL સિઝન-6 ક્રિકેટ ટુર્નામેન્ટમાં Azru Lions બની વિજેતા ટીમ

25મી ફેબ્રુઆરીએ વાપીના કુમારશાળા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે KPL સિઝન 6 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં 6 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં Azru Lions ટીમ અને Memon Challenger વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી. ફાઇનલ મેચમાં Azru Lions ટીમ વિજેતા ટીમ બનતા ટીમના ખેલાડીઓને ટ્રોફી અને બોનસ ઇનામ આપવામાં આવ્યા હતાં.

વાપી નગરપાલિકા વિસ્તારમાં આવેલ કંચનનગરના યુવાનો દ્વારા દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. કંચનનગર પ્રીમિયર લીગ (KPL) ના બેનર હેઠળ રમાતી આ ટુર્નામેન્ટ વાપીવાસીઓ માટે કોમી એકતા અને ભાઈચારાની મિશાલ બનતી રહી છે. છેલ્લા 6 વર્ષથી આયોજિત થતી આ ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત 25મી ફેબ્રુઆરી 2024ના KPL સિઝન 6 નું આયોજન કરવામાં આવ્યું હતું.

કમિટી મેમ્બર મુસ્તફા, દિનેશ અને સહજાના પ્રયત્નોથી આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં S S Royals, Azru Lions, Super King, Naaz Blaster, Memon Challenger અને DJ Warriors એમ કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. કુમારશાળા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન આ વોર્ડના નગરસેવક અને વિપક્ષી નેતા ખંડુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં તમામ ટીમોએ હરીફ ટીમ સામે ફટકાબાજી કરીને ચોગ્ગા છગ્ગા ની રમઝટ બોલાવી હતી. તો, બોલરોએ પણ પોતાનું કૌવત બતાવ્યું હતું.
મેચના અંતમાં Azru Lions ટીમ અને Memon Challenger વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. ફાઇનલ મેચમાં Azru Lions ટીમ વિજેતા ટીમ બની હતી. જ્યારે Memon Challenger રનર્સ અપ ટીમ રહી હતી. વિજેતા ટીમને ટ્રોફી અને બોનસ ઇનામ આપવામાં આવ્યા હતાં. રનર્સ અપ ટીમને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. એ ઉપરાંત બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર જેવા ખેલાડીઓને પણ ટ્રોફી અને બોનસ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *