વાપી GIDCમાં સ્થિત કંપનીમાં 15મી ફેબ્રુઆરી-2024ના Off-Site Emergency Mock Dril (મૉકડ્રિલ) યોજવામાં આવી હતી. જેમાં વાસ્તવિક સિનારીઓ ઊભો કરી વાપી, સરીગામ થી ફાયરના જવાનો સાથે લાયબંબા બોલાવવામાં આવ્યા હતાં. જે સમયે કંપનીના મુખ્ય ગેટ પર સરીગામ ફાયરના વાહનનો યોગ્ય ટર્ન નહિ લાગતા પ્રવેશદ્વાર સાથે વાહનનો સાઈડનો ભાગ અથડાયો હતો. જો કે, આવી ઘટનાઓ સાચુકલી ઇમરજન્સી વખતે બને નહિ તે માટે કંપનીઓના પ્રવેશદ્વારને લગતી બાબતો ધ્યાનમાં લેવામાં આવશે તેવું ઉપસ્થિત DISH અધિકારીએ જણાવ્યું હતું.
વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં બનતી દુર્ઘટનાઓના કારણે ઊભી થતી ઈમરજન્સીને પહોચી વળવા જિલ્લા વહીવટી તંત્ર અને વલસાડ નાયબ નિયામક- ઔદ્યોગિક સલામતી અને સ્વાથ્ય તથા ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગ્રૂપ દ્વારા વાપી GIDCમાં સ્થિત Huber Group India Pvt. Ltd. (હૂબર ગ્રુપ ઈન્ડિયા પ્રાઇવેટ લિ. કંપની)માં 15મી ફેબ્રુઆરી-2024ના Off-Site Emergency Mock Dril (મૉકડ્રિલ) યોજવામાં આવી હતી. જેમાં દુર્ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી થઈ શકે તેનો વાસ્તવિક સિનારીઓ ઊભો કરી વાપી, સરીગામ થી ફાયરના જવાનો સાથે લાયબંબા બોલાવવામાં આવ્યા હતાં. જે સમયે કંપનીના મુખ્ય ગેટ પર સરીગામ ફાયરના વાહનનો યોગ્ય ટર્ન નહિ લાગતા પ્રવેશદ્વાર સાથે વાહનનો સાઈડનો ભાગ અથડાયો હતો. ઘટનામાં વાહનમાં મોટો ઘસરકો પડવા સાથે કલર ઉખડી ગયો હતો. વાહનને સામાન્ય નુકસાન થયું હતું.
આવી ઘટનાઓ સાચુકલી ઇમરજન્સી વખતે બને નહિ તે માટે District Industrial Safety and Health (DISH)ના નાયબ નિયામક તેમજ ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગ્રૂપ વલસાડના મેમ્બર સેક્રેટરી એમ.સી. ગોહિલે જણાવ્યું હતું કે, આવી બાબતો ધ્યાનમાં આવે એ માટે જ આ પ્રકારની મૉક ડ્રિલ નું આયોજન કરવામાં આવે છે. આવું રીપીટેશન ઇમરજન્સી વખતે અન્ય કોઈ કંપનીઓમાં બને નહીં તે માટે કંપનીઓના પ્રવેશદ્વારો, અન્ય આંતરિક રસ્તાઓમાં યોગ્ય સુધારા કરવાના પગલા લેવામાં આવતા હોય છે. આજની ઘટના પરથી પણ કંપનીઓના પ્રવેશદ્વારને લગતી આવી બાબતો ધ્યાનમાં લેવામાં આવશે.
કંપનીમાં યોજાયેલ મૉક ડ્રિલ વખતે વાપી નોટિફાઇડ, વાપી નગરપાલિકા, સરીગામ ફાયરના જવાનો ને ફાયર બ્રાઉઝર અને જરૂરી ઇકવિપમેન્ટ સાથે બોલાવવામાં આવ્યા હતાં. જે દરમ્યાન સરીગામ ફાયર વિભાગથી ફાયર જવાનો સાથે GJ15-GA-0339 નંબર ના લાયબંબા ને રવાના કરવામાં આવ્યો હતો. આ વખતે કંપનીના મુખ્ય પ્રવેશદ્વાર પરથી કંપની પરિસરમાં વાહનને ટર્ન લેવા જતા મુખ્ય પ્રવેશદ્વાર પર લગાવેલ લોખંડી ગેટ સાથે આગળનો ભાગ અથડાઈ ગયો હતો. વાહનનો આગલો ભાગ અથડાઈ જતા તેટલા ભાગને નુકસાન પહોંચ્યું હતું. જે અંગે સરીગામ ફાયર વિભાગ તરફથી મળતી માહિતી મુજબ વાહનમાં મોટો ઘસરકો પડ્યો છે. વાહનનો કલર ઉખડી ગયો છે. એ સિવાય કોઈ મોટું નુકસાન થયું નથી.
ઉલ્લેખનીય છે કે, ઓફ સાઇટ મૉક ડ્રિલ વખતનો આ કિસ્સો સાચુકલી ઇમરજન્સી વખતે સાંકડા પ્રવેશદ્વારો ધરાવતી અને વાહનોના અવરજવર માટે સાંકડા રસ્તાઓ તૈયાર કરનાર કંપનીઓ માટે ચેતવણી રૂપ હોય આ કિસ્સા બાદ તે અંગે વિશેષ તકેદારી લેવાય તે જરૂરી છે.