Saturday, March 15News That Matters

વાપી GIDCમાં હૂબર ગ્રુપ ઈન્ડિયા પ્રાઇવેટ લિ. કંપનીમાં ઓફ સાઇટ મોકડ્રીલ યોજાઈ

વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં બનતી દુર્ઘટનાઓના કારણે ઊભી થતી ઈમરજન્સીને પહોચી વળવા જિલ્લા વહીવટી તંત્ર અને વલસાડ નાયબ નિયામક- ઔદ્યોગિક સલામતી અને સ્વાથ્ય તથા ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગ્રૂપ દ્વારા વાપી GIDCમાં સ્થિત Huber Group India Pvt. Ltd. (હૂબર ગ્રુપ ગ્રુપ ઈન્ડિયા પ્રાઇવેટ લિ. કંપની)માં 15મી ફેબ્રુઆરી 2024, ગુરુવારના Off-Site Emergency Mock Dril (મોકડ્રીલ) યોજવામાં આવી હતી. જેમાં દુર્ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી થઈ શકે તેનો વાસ્તવિક સિનારીઓ ઊભો કરી જરૂરું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. 

આ અંગે District Industrial Safety and Health (DISH)ના નાયબ નિયામક તેમજ ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગ્રૂપ વલસાડના મેમ્બર સેક્રેટરી એમ.સી. ગોહિલે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક એકમોમાં બનતી ઇમરજન્સી વખતે કઈ કઈ મુખ્ય બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની વિગતો મેળવી તેમાં જરૂરી સુધારા કઈ રીતે કરી શકાય તેની જાણકારી મેળવવા આ પ્રકારે ઓફ સાઇટ, ઓનસાઈટ મોક ડ્રિલ નું આયોજન કરવામાં આવે છે. વાપીમાં ફાયર સ્ટાફ ઉપરાંત અદ્યતન સુવિધાઓ છે. સાથે જ અહીં VIA અને અન્ય ઉદ્યોગ ગ્રુપ પણ સારી સગવડો ધરાવે છે.

હુબર ગ્રુપ માં યોજાયેલ મોક ડ્રિલ વખતે ફેક્ટરીમાં રહેલ DCPD (ડાય સાઈક્લો પેંટાડાઈન) કેમીકલ પ્રવાહી ભરેલ ટેંકની પાઇપની ફ્લેંજમાંથી કેમીકલ પ્રવાહી લીકેજ થતાં તેણે આગ પકડી લીધી હતી. કંપનીની જુદી જુદી ટીમો અને ફાયર ડીપાર્ટમેન્ટ દ્વારા આગ પર કાબૂ કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતાં. પરંતુ કેમીકલ પ્રવાહી લીકેજ અને આગનું પ્રમાણ વધારે માત્રામાં હોઈ ઓન સાઇટ ઈમરજન્સી કંટ્રોલમાં ના આવતા સાઇટ મેઇન કંટ્રોલર દ્વારા ઓફ સાઇટ ઈમરજન્સી જાહેર કરી ડીઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરાઈ હતી. બનાવ વખતે સ્થળ પર ઉપસ્થિત એક કામદારને શારીરિક ઇજા થતાં કંપનીના હેલ્થ સેન્ટરમાં પ્રાથમિક સારવાર બાદ નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. એ પ્રકારે આખો સિનારિયો ઉભો કરવામાં આવ્યો હતો.

 

મોક વખતે અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં લઈ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જરૂરી રસ્તા બંધ કરીને વાસ્તવિક પરિસ્થિતી ઊભી કરી હતી. ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગ્રુપની મદદ લઈ હૂબરગ્રુપ-ફાયર અને સફેટી વિભાગે સમગ્ર પરિસ્થિતી પર અંકુશ લઈ ફાયર ફાઇટિંગ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ મોકડ્રીલ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર તરફથી SDM પારડી એ.પી. ગોહિલ, મામલતદાર-ડીઝાસ્ટર એ.કે.મનસુરી, DYSP બી.એન. દવે, વાપી રૂરલ મામલતદાર-કુમારી પ્રીતિ મોઢવાડિયા, વાપી સિટિ મામલતદાર- શ્રીમતી કે.આર.પટેલ, વાપી- GIDC PI વી.જી. ભરવાડ, PSI-ભિલાડ એસ.આર. સુસલાદે, VIAના હોદ્દેદારો અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ઓફ સાઇટ ઈમરજન્સી-મોકડ્રીલનું સફળ સંચાલન અને સંકલન ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગ્રૂપ વલસાડના મેમ્બર સેક્રેટરી અને નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાથ્ય- એમ.સી. ગોહિલ તથા આસીસ્ટન્ટ ડાઇરેક્ટર આર.બી. મકવાણા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. હૂબર ગ્રુપ તરફથી સુરેશ પટેલ અને અન્ય સ્ટાફ મેમ્બર દ્વારા તમામનું સ્વાગત કરી મોક ડ્રિલ વખતે જરૂરી માહિતીથી માહિતગાર કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *