Saturday, March 15News That Matters

વાપી બજારમાં નીકળી ભવ્ય કળશ યાત્રા, શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે વેપારી એસોસિએશન દ્વારા આયોજન

અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વાપીમાં આવેલ શ્રી હનુમાન મંદિર ખાતે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બજાર રોડ વાપીમાં ભવ્ય કળશયાત્રા નીકળી હતી. વાપીમાં બજાર વેપારી એસોસિએશન દ્વારા આયોજિત આ કળશ યાત્રામાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત બજારના વેપારીઓ, શહેરના અગ્રણી નાગરિકો, મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

ઢોલ નગારાના તાલે વાપી બજારમાં નીકળેલી કળશયાત્રાએ જય શ્રી રામના નારા સાથે શહેરીજનોમાં આકર્ષણ ઊભું કર્યું હતું. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં શ્રી હનુમાન મંદિરમાં સુંદરકાંડ, મહા આરતી, મહાપ્રસાદ અને રામધુન સહિતના આયોજનો કરવામાં આવ્યા છે. તેમજ અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા નું લાઈવ પ્રશાસન પર પહેરીજનોને બતાવવામાં આવશે. DJ, ઢોલ નગારા ના તાલે નીકળેલી શોભાયાત્રામાં મહિલાઓએ માથે કળશ લઈ શોભાયાત્રા કાઢી હતી. જેમાં ફટાકડા ફોડી શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. કળશ યાત્રાને નિહાળવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતાં. પોલીસે પણ કાયદો વ્યવસ્થા જાળવી ટ્રાફિક ડાયવર્ટ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *