ચણોદ સ્થિત કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં સ્વામી વિવેકાનંદની 162 મી જ્ન્મ જયંતીને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદના જન્મ દિવસને વર્લ્ડ યુવા દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે. ત્યારે એ જ હેતુને ઘ્યાનમાં રાખીને કોલેજના N.S.S. યુનિટ દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન પર વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કોલેજના યુવાનોએ ભાગ લઈને સ્વામી વિવેકાનંદના જીવનને વગોળતા પોતાના જીવનમાં પણ એક ઘ્યેય રાખીને આગળ વઘી દેશના વિકાસમાં સહભાગી થવા માટે નિર્ણય કર્યો હતો.
આ સેમિનારમાં વાપી સ્વામી વિવેકાનંદ કેન્દ્રમાંથી પૂનિત ગુપ્તા તથા તેમની ટીમ હાજર રહી હતી. આ સેમીનારની શરુઆત દીપ પ્રાગટયથી તથા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. સેમીનારના મુખ્ય વક્તાશ્રીએ તેમના વ્યકત્વ્યમાં સ્વામી વિવેકાનંદે જેમ પૂરી દુનિયામાં માનવ બંધુ ધર્મ સ્થાપીને જગતને એક યુનિટીમાં લાવવાનો જે સફળ પ્રયાસ કર્યા હતો, તે ધર્મ સમેલનનો પ્રસંગ ટાંકીને યુવાનોને સ્વામીના “ ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુઘી મંડ્યા રહો” સુત્ર બોલાવત દરેક યુવાનોએ પોતાનો ધ્યેય પ્રાપ્ત થાય સુઘી કામમાં ધ્યાન કેન્દ્રીત કરીને મંડ્યા રહેવાનો અનુરોઘ કર્યો હતો.
યુવાનોએ પણ સ્વામીના જીવનના ઘણા પસંગો યાદ કરીને એ પ્રમાણે પોતાના જીવનામાં આગળ વધવા માટે તૈયારી દાખવી હતી. આ સેમીનારમાં કોલેજના યુવાનો, સ્ટાફ અને આચાર્યશ્રીએ ભાગ લઈ સેમીનારને સફળ બનાવ્યો હતો. સેમીનારનું આયોજન સદર કોલેજના એન.એસ.એસ. યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડો. ખુશ્બુ દેસાઈએ કર્યુ હતું. આમ સેમીનાર સફળ રહેતા કોલજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે સેમીનારના વક્તાશ્રીનો આભાર માની દરેક યુવાનોને પોતાના જીવનામાં ધ્યેય નક્કી કરીને આગળ વઘી દેશના વિકાસમાં ફાળો આપવા માટે શુભેચ્છા સાથે અનુરોઘ કર્યો હતો.