સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના પરિણામો પ્રસિદ્ધ થયા છે. જેમાં ગુજરાત રાજયની કુલ 156 નગરપાલિકામાંથી વાપી નગરપાલિકા નો 01 (પ્રથમ) ક્રમાંક આવ્યો છે. તથા સર્ટિફિકેશન Criteria માં ગુજરાત રાજયની તમામ નગરપાલિકાઓમાં વાપી નગરપાલિકાએ Garbage Free City માં 1 STAR અને Open Defecation Free City માં ODF++ મેળવ્યો છે.
દેશની તમામ 4416 ULB (નગરપાલિકા)માં વાપી નગરપાલિકા નો ક્રમાંક 102 મો છે. તથા ગુજરાત રાજયમાં તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ માં વાપી નગરપાલિકા નો 07 (સાતમો) મો ક્રમાંક આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આવેલી 156 નગરપાલિકા પૈકી વાપી અને વલસાડ A ગ્રેડની નગરપાલિકા છે. પારડી અને ઉમરગામ નગરપાલિકા C ગ્રેડમાં છે. જ્યારે ધરમપુર નગરપાલિકા D ગ્રેડમાં છે.