Friday, January 31News That Matters

દમણમાં સ્વર્ગીય ડાહ્યાભાઈ પટેલના સ્મરણાર્થે આયોજિત શ્રીમદ્દ ભાગવત કથા સંપન્ન, પ્રફુલભાઇને ફોર્ચ્યુનર કાર ભેટ…!

વિશ્વ વિખ્યાત કથાકાર પ્રફુલભાઇ શુક્લની દમણ અને દીવ ના પૂર્વ સાંસદ સ્વ. ડાહ્યાભાઈ પટેલ ના સ્મરણાર્થે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ના સોમનાથ ભવન દમણ ખાતે આયોજિત શ્રીમદભાગવત કથા 9મી જાન્યુઆરી એ સંપન્ન થઈ હતી. કથાકાર પ્રફુલ શુકલની આ 859 મી ભાગવત કથા હતી. જેના વિરામના દિવસે ભાવ વિભોર દ્રશ્યો સર્જાયા હતાં. તો, કથાના યજમાન જીગ્નેશ પટેલ દ્વારા પ્રફુલભાઈ શુકલને ફોર્ચ્યુનર કાર ભેટ આપી હતી.

આ શ્રીમદભાગવત કથાનો 3જી જાન્યુઆરીએ આરંભ થયો હતો. જે બાદ 9મી જાન્યુઆરીએ મુખ્ય યજમાન જીગ્નેશભાઈ ડાહ્યાભાઈ પટેલ ના નિવાસે ચાલી રહેલા ભાગવત દશાંશ યજ્ઞ ની શ્રીફળ હોમી ને પુર્ણાહુતી કરવામા આવી હતી. કોળી પટેલ સમાજ ભવન ના પ્રમુખ ચંચળબેન ડાહ્યાભાઈ પટેલ, જાગૃતિબેન ડાહ્યાભાઈ પટેલ દ્વારા ભાવ વિભોર થઇ પોથી તેમજ વ્યાસપૂજન કરી તેમજ કથાકાર પ્રફુલભાઇ શુક્લ નુ સન્માન કર્યું હતુ.

પૂર્વ સાંસદ સ્વ. ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલ પરિવાર દ્વારા કથાકાર પ્રફુલશુક્લ ને નવી નક્કોર ફોર્ચુંનર કાર સ્મૃતિભેટ તરીકે આપવામાં આવી હતી. કથા મા સુદામા ચરિત્ર ની કથા નુ વર્ણન કરવામા આવ્યું હતુ. સાત દિવસ નુ સમસ્ત પુણ્ય કથાકાર પ્રફુલભાઇ શુક્લ દ્વારા સ્વ. ડાહ્યાભાઈ પટેલ અને સમસ્ત પિતૃઓ ના ચરણો મા અર્પણ કરવામાં આવ્યું હતુ. કથાના આચાર્ય ચેતનભાઈ જોષી (ભીમપોર), ભાર્ગવ ભટ્ટ, વિનયભાઈ નાયક તેમજ ભૂદેવો દ્વારા શાંતિ પ્રાર્થના કરવામાં આવી હતી.

ભાવ વિભોર વાતાવરણમા હેતાક્ષીબેન જીગ્નેશભાઈ પટેલ અને જીગ્નેશભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. વિશાળ સંખ્યા મા ભાવિક ભક્તો એ ” શ્રી કૃષ્ણ શરણં મમ” ધૂન નો પાઠ કર્યો હતો. મુખ્ય યજમાન પરિવાર દ્વારા મોટી સંખ્યા મા ભાવિક ભક્તો ને મહા પ્રસાદ આપવામાં આવ્યો હતો. આમ સાત દિવસીય ભાગીરથી ગંગા ની આ કથા ને વિરામ આપવામાં આવ્યો હતો.

કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ વ્યાસપીઠ પરથી કહ્યું હતુ કે “સુદામા એ નિષ્કામ ધર્મ ના આચાર્ય છે “,,”દમણ મા ડાહ્યાભાઈ ના પુણ્ય પ્રતાપ થી ઐતિહાસિક ભાગવત કથા સંપન્ન થઇ” આજે કથા મા સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ ભાજપ ના પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, દમણ નગર પાલિકા પ્રમુખ અસ્પી દમણિયા, ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ મહેશ અગરિયા, દમણ ભાજપ શહેર પ્રમુખ પિયુષ પટેલ, સંઘપ્રદેશ ના ઓબીસી મોરચા ના પ્રદેશ પ્રમુખ હરીશભાઈ ડી પટેલ, કૌશિકભાઈ ટંડેલ (બિલ્ડર કોસંબા) હેતલબેન ટંડેલ, તેજશ્રી ટંડેલ (કેનેડા),રાહુલભાઈ જાંખીયા, રમેશભાઈ દાબુલકર અને એમના પરિવાર ડાભેલ, દમણ ના મુસ્લિમ પરિવાર થી નસીમ બેન અને એમની દીકરી, ઉપસ્થિત રહ્યા હતા. જેમનું સ્વાગત જયંતીભાઈ ખારીવાડ, ઉપેન્દ્રભાઈ પટેલ, મહેશભાઈ પટેલ અને કાર્યકર્તાઓ એ કર્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *