Friday, October 18News That Matters

વાપીના ચણોદ સ્થિત અથર્વ પબ્લિક સ્કૂલમાં 13માં એન્યુઅલ ડે સેલિબ્રેશન

વાપીના ચણોદ વિસ્તારમાં આવેલ અથર્વ પબ્લિક સ્કૂલ ખાતે શાળાનો એન્યુઅલ ડે ઉજવવામાં આવ્યો હતો. ધરોહર ભારત કી થીમ પર ઉજવાયેલ આ વર્ષીકોત્સવમાં વાપીના જાણીતા તબીબ, ઉદ્યોગકારો, સામાજિક શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

જેઓની અને શાળાના વાલીઓની ઉપસ્થિતિમાં શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતાં. આ એન્યુઅલ ડે માં ધોરણ 1 થી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓએ જ સ્ટેજ પર એન્કરિંગ, ડ્રામાથી માંડીને તમામ આયોજન કર્યું હતું. જે નિહાળી સૌકોઈ મંત્રમુગ્ધ બન્યા હતાં.

એન્યુઅલ ડે નિમિતે શાળાના પ્રિન્સિપાલ લીના બોરસે અને સંજીવ બોરસે એ શાળાનો વાર્ષિક રિપોર્ટ અને એક નાનકડી શાળા કઈ રીતે હાઈસ્કૂલ સુધી પહોંચી વિદ્યાર્થીઓના જીવન ઘડતર અંગે કેવા પ્રયાસો કર્યા તેની વિગતો મહેમાનો અને વાલીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. એન્યુઅલ ડે સેલિબ્રેશનમાં બાળકોએ બતાવેલ પ્રદર્શન નિહાળી ઉપસ્થિત મહાનુભાવોએ પોતના બાળપણના શાળાના દિવસોને યાદ કરી સૌને અભિનંદન પાઠવ્યા હતાં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *