વાપી નજીક આવેલ છીરી ગ્રામપંચાયતના નુરુદ્દીન ચૌધરી દ્વારા બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડિયાર નગર છરવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તારીખ 28 અને 29 ડિસેમ્બરે આયોજિત આ છીરી ગ્રામપંચાયત પ્રીમિયર લીગ-3 (CGPL-3) માં 16 ટીમોએ ભાગ લીધો હતો. 29મી ડિસેમ્બરે CGPL-3માં ભાગ લેનાર રામનગર અને રણછોડ નગર ટીમ વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી. જેમાં રામનગર ટીમ વિજેતા રહી હતી. જ્યારે રણછોડનગર ટીમ રનર્સ અપ રહી હતી. બન્ને ટીમને રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી.
છીરી ગ્રામપંચાયત દ્વારા તારીખ 28 અને 29 ડિસેમ્બર 2023ના ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના અલગ અલગ ફળિયામાં રહેતા યુવાનોને ક્રિકેટ ક્ષેત્રે પ્રોત્સાહન મળે તેવા ઉદેશયથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. છીરી ગ્રામપંચાયતના નુરુદ્દીન ચૌધરી દ્વારા આયોજિત છીરી ગ્રામપંચાયત પ્રીમિયર લીગ-3 (CGPL-3) માં 16 ટીમોએ ભાગ લીધો હતો. 29મી ડિસેમ્બરે CGPL-3માં ભાગ લેનાર રામનગર અને રણછોડ નગર ટીમ વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી. જેમાં રામનગર ટીમ વિજેતા રહી હતી. જ્યારે રણછોડનગર ટીમ રનર્સ અપ રહી હતી.
આ CGPL ટુર્નામેન્ટમાં તમામ ટીમો માટે ફ્રી એન્ટ્રી હતી. ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ ને રોકડ પુરસ્કાર 21000 રૂપિયા અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. રનર્સ અપ ટીમને રોકડ પુરસ્કાર 11000 રૂપિયા અને ટ્રોફી આપવામાં આવી હતી. તો, મેન ઓફ ધ સિરીઝ ખેલાડી ને 2100 રૂપિયા અને ટ્રોફી એનાયત કરાઈ હતી. બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ ફિલ્ડરને 1100 રૂપિયા ઇનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ટુર્નામેન્ટ દરમ્યાન મેચ જોવા આવેલ ક્રિકેટ પ્રેમી જો બાઉન્ડરી બહાર કેચ પકડે તો તેને 100 રૂપિયા ઇનામ રાખવામાં આવ્યું હતું. જેમાં કેટલાય ક્રિકેટ પ્રેમીઓએ મેચ રમ્યા વિના તેને નિહાળતી વખતે કેચ પકડી ઇનામ મેળવ્યું હતું.
16 ટીમો વચ્ચે યોજાયેલા મુકાબલાની ફાઇનલમાં છીરી ગ્રામપંચાયતના નુરુદ્દીન ચૌધરી, સમશુદ્દીન ચૌધરી, પપ્પુ રાય, રંજન ઠાકુર, બાબાભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓના હસ્તે વિજેતા ટીમ અને સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ગામના યુવાનો ક્રિકેટ ક્ષેત્રે આગળ વધે ગામનું નામ રોશન કરે તેવા ઉદેશથી આયોજિત ટુર્નામેન્ટમાં સારું પર્ફોર્મન્સ આપનાર તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં