Friday, October 18News That Matters

નારગોલના ગ્રામજનોનું ગિફ્ટ સિટીમાં નશાબંધી હળવી કરવાના નિર્ણયને સમર્થન, નારગોલ પણ પ્રવાસન સ્થળ હોય ગિફ્ટ સીટી જેવી ભેટ આપવા માંગ

ઉમરગામ તાલુકાના નારગોલ ગામ ખાતે આવેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સ્વીટી યતીન ભંડારી અને ગ્રામજનોએ ઉપસ્થિત ધારાસભ્ય અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ અનોખી રજૂઆત કરી છે. ગ્રામજનોએ ગિફ્ટ સિટી ગાંધીનગરની માફક નારગોલ ગામને ગિફ્ટ વિલેજ તરીકે જાહેર કરી પ્રવાસનને વેગ આપવા માટે નશાબંધી હળવી કરવા   માટેની માંગ કરી હતી.
છેલ્લા કેટલાક સમયથી ગામની અંદરથી વિવિધ સમાજના આગેવાનો દ્વારા મળી રહેલી રજૂઆતને ધ્યાનમાં રાખી મહિલા સરપંચ સ્વીટી ભંડારીએ આ સંકલ્પ યાત્રા દરમ્યાન ઉપસ્થિત પદાધિકારીઓ, અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે. દક્ષિણ ગુજરાતના ઉમરગામ તાલુકાનું નારગોલ ગામ પારસીઓનું ઐતિહાસિક ગામ છે. જ્યાં સુંદર દરિયાકિનારો આવેલો હોવાથી વર્ષ દરમિયાન દેશ વિદેશના પ્રવાસીઓ આવતા હોય છે. તાજેતરમાં સરકાર દ્વારા નારગોલ ગામને કરોડોના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટેની તૈયારી શરૂ કરી છે.
આ મુદ્દો ઉપાડતાની સાથે જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ એક સૂરે નારગોલ ગામની અંદર નશાબંધી હળવી કરવા માટેની માંગ ઉચ્ચારી હતી. તેમજ સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં નશાબંધી હળવી કરવાના નિર્ણયને સામૂહિક રીતે સમર્થન જાહેર કર્યું હતું. નારગોલ ગામની અંદર બહુધા વસ્તી ખેડૂતો અને માછીમારોની છે જેમાં રહેતો ભંડારી સમાજના પૂર્વજો આઝાદી પહેલા તાડી દારૂ વ્યવસાય સાથે જોડાયેલા હતા.
અનેક વ્યક્તિઓ કાયદેસર રીતે તાડી અને દારૂની દુકાનો ચલાવતા હતા. પરંતુ નશાબંધી લાગુ પડતાં નારગોલ ગામનો આ વર્ગ બેરોજગારી થી પસાર થતો હતો જે તે સમયે તેમને સરકાર દ્વારા કોઈપણ પ્રકારનું આરક્ષણ નોકરી માટે આપવામાં ન આવ્યું હોવાની રજૂઆત તત્કાલીન સરપંચ યતીન ભંડારી દ્વારા તત્કાલીન ગૃહ મંત્રી અમિતભાઈ શાહને કરી વર્ષ 2008-09માં નારગોલ ગામની અંદર નશાબંધી હળવી કરી પ્રવાસનને વેગ આપવા તથા સ્થાનિક કક્ષાએ હોટલ રિસોર્ટ વ્યવસાયને વિકસિત કરવા માટેની રજૂઆત કરી હતી.
જે તે સમયે ગૃહમંત્રાલય તરફથી આ બાબતે શળલીકરણ કરવામાં આવશે તેવા હકારાત્મક પ્રત્યુતર મળ્યો હતો પરંતુ આ સમયગાળામાં લઠ્ઠાકાંડ થતા વાત આગળ વધી ન હતી. હાલે જ્યારે નારગોલ ગામને પ્રવાસ સ્થળ તરીકે વિકાસ કરવાના હોય ત્યારે વિદેશી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે નારગોલ ગામની અંદર લીકર પરમિટ મળે તેવી માંગ ઉઠવા પામી છે.
આ કરવાથી ગામની અંદર મળતો હલકી ગુણવત્તાનો દારૂ જે જાહેર આરોગ્ય માટે ખતરા સમાન બનતો હોય છે તેનાથી પણ સ્થાનિકોને મુક્તિ મળશે તેવી રજૂઆત જાહેરમાં વિકસિત ભારત સંકલ્પ રથયાત્રામાં સ્થાનિક પંચાયતના પદ અધિકારીઓ અને ગ્રામજનો તરફથી થતા ધારાસભ્યના ચહેરા પર સ્મિત જોવા મળ્યો હતો અને તેમણે આ બાબતની રજૂઆત સરકારને કરવાની ખાતરી આપી હતી.

1 Comment

  • Rasiklal Zoraval

    👍👍Very nice demand in front of Government and also a good thoughts, because people are drinking a lower quality liquor…If Government give a Permission, that will be very good for all human beings and will be a good Progress of NARGOL VILLAGE..👍👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *