Friday, January 31News That Matters

Brain Development Training Centres તરીકે જાણીતા ALOHAની 2 બ્રાન્ચનો વાપીમાં કરાયો શુભારંભ

વિશ્વના 45 દેશોમાં કાર્યરત અને 4 વર્ષથી 15 વર્ષ સુધીના બાળકોના મગજને વિકસિત કરવા વિશેષ વર્ગો ચલાવતા અલોહાના વધુ 2 સેન્ટરનો વાપીમાં શુભારંભ કરવામાં આવ્યો છે. Brain Development Training Centre તરીકે જાણીતા અલોહા ના વાપીમાં શરૂ કરેલ સેન્ટરનું અલોહા સાઉથ ગુજરાતના ડાયરેકટર અનિશ ચાંદીવાલા તેમજ વલસાડ નવસારી ઝોન ડાયરેકટર ફરહાના શેખના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

વાપીમાં ઇસ્ટ અને વેસ્ટ બન્ને તરફ મળી 2 સ્થળોએ આ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જેમાં PWD સર્કિટ હાઉસ નજીક અને ચલામાં આ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ તેમના બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતાં. જેઓની સમક્ષ અલોહા ના તાલીમબદ્ધ સ્ટાફે ડેમો રજૂ કર્યો હતો. જે નિહાળી ઉપસ્થિત વાલીઓએ સંસ્થાના તાલીમ વર્ગો અંગેની વિગતો મેળવી સારો પ્રતિસાદ આપ્યો હતો.

અલોહા સાઉથ ગુજરાતના ડાયરેકટર અનિશ ચાંદીવાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ALOHA મલેશીયા કંપની છે. જે વિશ્વભરમાં બાળકો માટે Brain Development Training Centres ચલાવે છે. જેમાં ગણિતના પાયાના સિદ્ધાંતો અંગે ખાસ તાલીમ આપવા ઉપરાંત ભાષાકીય જ્ઞાન સહિત માનસિક વિકાસના વર્ગો ચલાવે છે. ગુજરાતમાં હજારો બાળકો આ સંસ્થામાં તાલીમ લઈ રહ્યા છે. વાપીમાં પણ આ સેન્ટરની શરૂઆત થતા હવે અહીંના બાળકોને પણ તેનો લાભ મળશે.

વલસાડ નવસારી ઝોન ડાયરેકટર ફરહાના શેખે જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી આ સંસ્થા સાથે જોડાયેલ છે. અને વલસાડમાં 2 સેન્ટર ચલાવે છે. હવે વાપીમાં પણ અલગ અલગ વિસ્તારમાં 2 સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. 4થી 14 વર્ષના અને 8 થી 15 વર્ષના એમ બે અલગ અલગ કેટેગરીમાં બાળકોને તાલીમ આપતી આ સંસ્થાની તાલીમ પદ્ધતિ 2000 વર્ષ જુની છે. જે બાળકોને Mental Arithmetic શીખવે છે. કંપનીના સેન્ટર્સમાં ટ્રેઇનીંગ દરમ્યાન બાળકને મગજની એક્સરસાઈઝ કરાવે છે. આ ટ્રેઇનીંગ પામેલ બાળક અનોખો આત્મવિશ્વાસ અનુભવે છે. જે લાખો બાળકોને અભ્યાસ, રમતગમત અને સ્પધાત્મક ક્ષેત્રે બીજા બાળકોથી મોખરે રહેવામાં મદદરૂપ બની છે.

ઉલ્લેખનીય છે કે, Brain Development Training ક્ષેત્રે કાર્યરત આ સંસ્થાના વિશ્વભરમાં લંગભગ 5500 સેન્ટર છે. જેમાં 5 લાખ જેટલા બાળકોની માનસિક સ્વસ્થતા કેળવવા વિશેષ તાલીમ અપાઈ રહી છે.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *