Friday, January 31News That Matters

ફિલ્મ અને સીરિયલના શૂટિંગ માટે જાણીતા નારગોલ ગામમાં “શ્રીમદ રામાયણ” ટીવી સિરિયલનું શૂટિંગ

વર્ષો પહેલા રામાનંદ સાગરની રામાયણ સીરિયલ તેમજ મહાભારત સીરિયલ સહિત અક્ષય કુમારની રામસેતુ ફિલ્મ સહિત અનેક ટીવી સિરિયલ, આલ્બમ, ફિલ્મનું શૂટિંગ નારગોલ ગામની અંદર થઈ ચૂક્યું છે.
કુદરતી સૌંદર્યથી ભરપૂર તેમજ સુંદર દરિયા કિનારો હોવાથી શૂટિંગ માટે નારગોલ ગામ પસંદગીનું સ્થાન બની ચૂક્યું છે. તાજેતરમાં “શ્રીમદ રામાયણ” ટીવી સિરિયલનું શૂટિંગ ચાલી રહ્યું છે. જેને નિહાળવા માટે રોજિંદા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.
લોકોના આવાગમનથી સ્થાનિક કક્ષાએ ખાણીપીણીની લારી ચલાવતા લોકોની આજીવિકાને વેગ મળ્યો છે. શૂટિંગના કારણે ગ્રામ પંચાયત નારગોલને પણ મનોરંજન કર સ્વરૂપમાં વધારાની આવક મળી રહી છે.

4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *