Monday, February 24News That Matters

ડહેલી ગામે આવેલ Strata Geosystemsના સહયોગમાં અઢી કરોડના ખર્ચે પુનઃનિર્માણ થયેલ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરાયું

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ ડહેલી ગામે હાંડલ પાડા પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શાળાને ડહેલીની Strata Geosystems India Pvt. ltd., ઇકો પાવર સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ ના CSR ફંડમાંથી રોટરી કલબ ઓફ મુંબઈ વેસ્ટર્ન એલાઈટના સહયોગમાં સંપૂર્ણ સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે.
પોતાના સામાજિક ઉદ્દેશ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભાવિ પેઢીને સકારાત્મક વારસો આપવા માટે, સ્ટ્રાટા જીઓસિસ્ટમ્સ કંપની દ્વારા CSR ફંડ હેઠલ 2.36 કરોડની તેમજ ઇકો પાવર સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 7.50 લાખની ધનરાશી આપી Rotary Club of મુંબઈ Western Eliteના સહયોગમાં ડહેલી ગામના હાંડલ પાડા ખાતે પુનઃનિર્માણ કરેલી પ્રાથમિક શાળાનું સ્ટ્રાટા કંપનીના ડાયરેકટર અને CEO નરેન્દ્ર દાલમિયા, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, રોટરી કલબ મુંબઈ વેસ્ટર્ન એલાઈટના હોદ્દેદારોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તમામ દાતાઓ નું શાળાના શિક્ષકગણ, ડહેલી ગ્રામ પંચાયતના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. 1963 આસપાસ નળીયા વાળા 2 ઓરડામાં ચાલતી આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 1 થી 8 ધોરણ સુધીના બાળકો અને શિક્ષકોને અનેક તકલીફ પડતી હતી. જે ધ્યાને આવ્યા બાદ શાળાના પુનઃનિર્માણ માટે strata કંપનીનો સહયોગ માંગતા તેમણે CSR ફંડ હેઠળ અઢી કરોડની માતબર ધનરાશી આપી શાળાનું પુનઃનિર્માણ કર્યું છે. શાળામાં શિક્ષકો માટે સ્ટાફ રૂમ, અભ્યાસ માટે ઓરડાઓ, શુદ્ધ પીવાનું પાણી, ટોયલેટ, કમ્પ્યુટર રૂમ, સાયન્સ લેબ સહિત તમામ સુવિધાઓ સાથે આ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

શાળાના પુનઃનિર્માણ બાદ તેમના લોકાર્પણ પ્રસંગે Strata Geosystems ના ડાયરેકટર અને CEO એ જણાવ્યું હતું કે, આ ગામ તેમની કર્મભૂમિ છે. અને અહીંના બાળકો અભ્યાસક્ષેત્રે આગળ વધે ગામનું નામ રોશન કરે તે ઉદેશથી આ શાળાનું પુનઃનિર્માણ અને જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. શાળાનું લોકાર્પણ કરવા આવેલા ઉમરગામ ના ધારાસભ્ય રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, ઉમરગામમાં અંદાજિત 1017 જેટલા ઉદ્યોગો છે. જેઓના સહકાર માં આ પહેલા પણ આવી પ્રાથમિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ શાળાના પુનઃનિર્માણના સહયોગ બદલ ઉદ્યોગ સંચાલકનો આભાર માની આ સરાહનીય પ્રયાસ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
પુનઃનિર્માણ પામેલી શાળામાં ધોરણ 1 થી 8 માં 260 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેઓ ગરીબ પરિવાર માંથી આવે છે. જેમને અભ્યાસ સાથે સંપૂર્ણ સુરક્ષા પુરી પાડવા પુનઃનિર્માણ કરેલ શાળા ભૂકંપ પ્રુફ છે. તેમજ પૂરતા હવા ઉજાશ વાળી છે. લોકાર્પણ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ ને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. તો, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળા ડહેલી હાંડલપાડાના પુનઃનિર્માણ બાદ તેના લોકાર્પણ પ્રસંગે Eco Power system Systems pvt. Ltd.ના માલિક મનોજ ટેકરીવાલ, રોટરી ક્લબ ઓફ મુંબઈ વેસ્ટર્નના રોટેરિયન સંદીપ અગરવાલ, ગૌરવ ખેતાનનું, જમીનના દાતા અશ્વિન ધોડી, સોમાભાઈ ધોડી ખુશાલ ધોડીનું પણ સન્માન કરી મોમેન્ટો આપી આભાર પ્રગટ કરાયો હતો. આ પ્રસંગે શાળાના શિક્ષકો, ડહેલી ગામના સરપંચ-સભ્યો, માજી સરપંચ દોલત પટેલ, શાળાના બાળકો, વિદ્યાર્થીઓ ના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ  તમામનો આભાર માન્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *