Saturday, December 21News That Matters

દેશભરમાં પોતાની કાબેલિયતનો પરચો બતાવનારા વાપીના વિશિષ્ઠ વ્યક્તિઓને બિરદાવતા The City Carnival મેગેઝીનનું કરાયું વિમોચન

વલસાડ જિલ્લાના વાપી નજીક આવેલ કરમબેલા ગામમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ કલ્પતરું ફૂડ હબના હોલમાં વાપીના યુવાનો દ્વારા તૈયાર કરેલ The City Carnival Magazine નું ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર ના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ મેગેઝીન એવા વિશિષ્ટ વ્યક્તિઓ પર છે. જેઓએ અથાગ પરિશ્રમ કરી દેશભરમાં પોતાની કાબેલિયતનો પરચો બતાવ્યો છે. છતાં પ્રસિદ્ધિથી દુર રહી આજે પણ સમગ્ર વિશ્વમાં વાપીનું રોશન કરી રહ્યા છે.
વલસાડ જિલ્લામાં રહેતા અને વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલ જયદીપ રંગપરિયા, હર્ષ મિશ્રા, ધ્રુવ પંચાલ, રાહુલ પંડિત, રુચિ મોટા, પ્રેમ જયસ્વાલ નામના યુવાનોએ વાપીનું નામ રોશન કરતું કાર્ય કર્યું છે. આ યુવાનોએ અથાગ પરિશ્રમ કરી વાપી સહિત વલસાડ જિલ્લાની ઉપયોગી માહિતી તેમજ વલસાડ જિલ્લાનું નામ વિશ્વમાં ગુંજતું કરનાર મહાનુભાવોની સિદ્ધિને આલેખતું મેગેઝીન બહાર પાડ્યું છે. આ પુસ્તકનું નામ The City Carnival મેગેઝીન રાખવામાં આવ્યું છે. જેનું શનિવારે ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે વિમોચન કરી વાપીનું નામ રોશન કરનાર એ તમામને એવોર્ડ આપી સન્માનિત કર્યા હતાં.
આ અંગે The City Carnival મેગેઝીન તૈયાર કરનાર ટીમના ધ્રુવ પંચાલ અને હર્ષ મિશ્રાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમની ટીમ દ્વારા વાપીના પ્રતિષ્ઠિત ઉદ્યોગકારો, કલાકારો, સેવાભાવીઓ, તબીબોએ અથાગ પરિશ્રમ કરી મેળવેલ સિદ્ધિને લોકો સમક્ષ મુકવાનો, તેમજ તે બદલ પ્રોત્સાહન પૂરું પાડી વાપીની જનતા સમક્ષ તેમના ઉત્તરદાયિત્વને બિરદાવવાનો ઉદેશ્ય હતો.
યુવાનો અથાગ પરિશ્રમ કરી આ સિદ્ધિ મેળવનાર દરેક વ્યક્તિને રૂબરૂ મળ્યા તેઓએ મેળવેલ સિદ્ધિની વિગતો એકઠી કરી જેવી કે સફળતા કેવી રીતે મેળવી છે. કેવા પ્રયત્નો કર્યા છે. એ તમામ અનુભવો આ મેગેઝીનમાં વર્ણવી તેમને બિરદાવવામાં આવ્યા છે.
મેગેઝીનમાં વાપીના ઇતિહાસની વિગતો આપવા સાથે અલગ અલગ ક્ષેત્રમાં નામના પ્રાપ્ત કરનાર વ્યક્તિ વિશેષને કેટેગરીમાં બિરદાવ્યા છે. જેમ કે Enterepreneur કેટેગરીમાં ડો. મિત્તલ ધાખડા, માનસી મહેતા, Lifestyle કેટેગરીમાં કલ્પતરું ગ્રુપ ઓફ કંપનીઝ, HK કન્સ્ટ્રકશન, લાસ્ય લાઈફસ્પેસ, industries કેટેગરીમાં આરતી ઇન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા, હુબર ગ્રુપ, UPL, Advertisment કેટેગરીમાં M K એન્ટરપ્રાઇઝ, મિલન જવેલર્સ, પેલેડીયસ & શ્રીજી પેપર, health કેટેગરીમાં ડો. સ્વેતા મહેતા પટેલ, ટ્વીન સીટી કલીનીક, ડો. મીનાક્ષી શેઠ, Occult કેટેગરીમા મયંક બુધીરાજા, રાખી બુબના, શિલ્પા શાહ, psychology કેટેગરીમાં ગ્રેફોલોજીસ્ટ, Community Stories કેટરગરીમાં માં ફાઉન્ડેશન, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, રોટરેક્ટ કલબ ઓફ વાપી રિવરસાઈડ, લાયન્સ કલબ પ્લેટોનિયમ, સેવા ભાવિ ચેરીટેબલ ટ્રસ્ટ, ઇમર્જન્સી રેસ્ક્યુ ફોર્સ જેવી સંસ્થાઓ, કંપનીઓના સ્થાપકો, સ્ટાર્ટઅપ કરનારા યુવાનો, હેલ્પીંગ હેન્ડ સાથે જોડાયેલ સંસ્થા, ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, હેલ્થ સાથે જોડાયેલ તબીબો વિવિધ ક્ષેત્રમાં વુમન એમ્પાવરમેન્ટને પ્રોત્સાહન પૂરું પાડનાર મહિલાઓ, વિવિધ લાઈફ સ્ટાઈલ થકી દેશભરના યુવાનોને સતત નવું આપનાર યુટ્યુબર્સ, ફિલ્મ કલાકારો ડાન્સર્સ, મહેંદી આર્ટિસ્ટના પ્રયત્નોની, અનુભવો વિશેની માહિતી પ્રદાન કરવામાં આવી છે.
આ મેગેઝીન તૈયાર કરનાર તમામ યુવાનો 21 થી 32 વર્ષના છે. તેઓ માને છે કે તેમણે જે માહિતી એકઠી કરી પુસ્તક રૂપે પ્રગટ કરી છે તે મહેનત ફળી છે. વલસાડ જિલ્લાનું નામ રોશન કરનાર તમામનો અનુભવ જાણ્યો છે. જેનાથી પોતાના આ નવા સાહસમાં વધુને વધુ આગળ વધવાની પ્રેરણા મેળવી છે. યુવાનો માને છે કે આ મેગેઝીનમાં તેઓએ વાપીના એવા લોકોની વિગતો આપી છે જેમની પોતાની અલગ ઓળખ છે. પરંતુ તેમ છતાં તેવા લોકોને વાપીના જ લોકો ઓળખતા નથી. અથવા તો તેમણે કરેલી મહેનતથી અજાણ છે. The City Carnival મેગેઝીનમાં માહિતી પૂરી પાડવા ઉપરાંત તૈયાર કરેલ પુસ્તકના વિમોચન વખતે આ આમંત્રણ પાઠવી વિશિષ્ઠ એવોર્ડ, પ્રશસ્તિપત્રથી તમામનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *