Friday, October 18News That Matters

વાપી GIDC માં ટ્રાફિકના નિરાકરણ માટે ખાનગી એજન્સીને અડધા કરોડનો કોન્ટ્રાકટ….! પરંતુ, માર્ગ પર બન્ને તરફ વાહનોનો ખડકલો

વાપી GIDC માં એક તરફ ખાનગી કંપનીઓએ મુખ્ય માર્ગને જ વાહનોના પાર્કિંગમાં તબદીલ કરી નાખ્યો છે. તો, બીજી તરફ ટ્રાફિક સમસ્યા હળવી કરવા VIA, નોટિફાઇડ દ્વારા રાજકોટની એક એજન્સીને અડધો કરોડનો વાર્ષિક કોન્ટ્રાકટર આપ્યો છે. જો કે, તેમ છતાં GIDC માં તમામ મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયમના અને 3 વર્ષ પહેલાં કલેકટરે બહાર પાડેલ ઓડ-ઇવન જાહેરનામા નો છેદ ઉડી રહ્યો છે.
વાપી GIDC માં પાછલાં ત્રણેક વર્ષથી ટ્રાફિક સમસ્યારૂપ બનતા ટ્રક, કન્ટેનર અને અન્ય વાહનોનો બન્ને તરફનો ખડકલો નિવારી ઓડ ઇવન પદ્ધતિ મુજબ પાર્કિંગની અમલવારી કરવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. શરૂઆતમાં આ માટે બાલાજી નામની એક ખાનગી એજન્સીને સિક્યુરિટી સર્વિસનો કન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જો કે, આ સિક્યુરિટીના માણસો માત્ર ટ્રક ચાલકોને હેરાન પરેશાન કરી પૈસાનું ઉઘરાણું કરતા હોય તેની અનેક ફરિયાદો મળતા આ વર્ષે રાજકોટની પવનસૂત નામની ખાનગી સિક્યુરિટી સર્વિસ એજન્સીને 51 લાખ આસપાસનો વાર્ષિક કોન્ટ્રાકટ આપ્યો છે. જો કે, તેમ છતાં વાપી GIDC માં ટ્રાફિક સમસ્યા યથાવત છે.

 

આ એજન્સી પણ ઓડ ઇવન મુજબ વાહનો ના પાર્કિંગની અમલવારી કરાવવામાં ઉણી ઉતરતા હાલ પણ મુખ્ય માર્ગના બન્ને તરફ વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે. આ વાહકોના ખડકલા ઉપરાંત વિવિધ કંપનીમાં કામ કરવા આવતા કામદારોના વાહનો પણ મુખ્ય માર્ગ પર જ પાર્ક થતા હોય અન્ય વાહનચાલકોને આ વાગમનમાં અનેક અડચણો ઉભી થાય છે. પિક અવર્સમાં તો વાપી GIDC ના તમામ મુખ્ય માર્ગો ટ્રાફિક જામમાં ફેરવાઈ જાય છે. ત્યારે વહીવટી તંત્ર આ બાબતે સુધ લે અને જાહેર માર્ગ પર નિયમો વિરુદ્ધ પાર્ક થતા કે પાર્ક કરનારા વાહન ચાલકો, ખાનગી એજન્સીઓ અને કંપની સંચાલકો સામે દંડનીય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
અત્રે નોંધનીય છે કે, વાપી જીઆઇડીસીમાં આડેધડ પાર્કિગને લઇને ટ્રાફિક સમસ્યા થતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે વાપી નોટીફાઇડ અને વીઆઇએના સહયોગથી ઓડ ઇવન સિસ્ટમથી પાર્કિગ વ્યવસ્થા કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું હતું. છે જોકે તેનો અમલ તે સમયે પણ થયો નહોતો અને આજે 3 વર્ષ બાદ પણ થતો જોવા મળ્યો નથી.
જાહેરનામા દ્વારા વન સાઇડ પાર્કિગ અને નો પાર્કિગ ઝોન જાહેર કર્યા છે. વન સાઇડ પાર્કિગ વિસ્‍તારોમાં દર માસની એકી સંખ્‍યાવાળી તારીખોમાં રોડની ડાબી બાજુ અને દર માસની બેકી સંખ્‍યાની તારીખોમાં રોડની જમણી બાજુ રોડની સાઇડ ઉપર પાર્કિગ કરવા જણાવેલ છે. દિવાળી પૂર્વે પણ ઓડ અને ઇવન સિસ્ટમથી પાર્કિગ વ્યવસ્થા કરવા માટે ક્વાયત હાથ ધરવામાં આવી હતી. પાર્કિગ માટે જરૂરી સાઇન બોર્ડ પણ લગાવવામાં આવ્યા હતા છતાં પણ કોઇ કારણોસર અમલ થતો જોવા મળતો નથી.

વન સાઇડ પાર્કિગના વિસ્તારો……

એસેલ માઇનીંગથી વાયા જંકશન એલઆઇસી સેકટર સુધી, ઇસેલ માયનીંગથી એનઆર અગ્રવાલ પેપરમીલ સેકન્ડ ફેસ સુધી, મોરારજી સર્કલથી સરદાર ચોક સુધી, સરદાર ચોકથી વિનંતી નાકા સુધી, સરદાર ચોકથી બેન્ક ઓફ બરોડા થર્ડ ફેસ સુધી, બાયર (મીસ્‍તુ)થી એકરા પેક સુધી, બેસ્ટ પેપર મીલ રોડથી ફર્સ્ટ ફેસ સુધી, કેમીસ્ટથી પીડીલાઇટ રોડ ફર્સ્ટ ફેસ સુધી, ખેમકા ગ્લાસથી ને.હા.નં. 48 સુધી, જીએસપીસી ટ્રીવલ બોર્ડ સર્વિસ રોડ હાઇવે સુધી નો પાર્કિગ વિસ્તાર, વીઆઇએ થી પ્રાઇમ હોટલ સુધી, ગીરીરાજથી મોરારજી સર્કલ સુધી અને ગેલેક્ષીથી અંબામાતા મંદિર સુધી.

1 Comment

  • Ravirajsinh Vala

    A khoti vat chhe sayab tame a fota upload karya chhe je khare khar meyan rod na chhej nay ha ak be vahano hase a koy karano sar hoy sake baki a vat tadan khoti chhe hal ma vapi ni andar barobar rite traffic palan thay rahyu chhe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *