Friday, October 18News That Matters

ઉમરગામ GIDCમાં આવેલ Bharat Resins અને રાજીવ ગાર્મેન્ટ કંપનીમા ભીષણ આગ લાગી, આસપાસના વિસ્તારમાં મચી દોડધામ

વલસાડ જિલ્લાના ઉમરગામ GIDC ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ Bharat Resins limited નામની કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ ની જ્વાળાએ નજીકની રાજીવ ગાર્મેન્ટ કંપનીને પણ પોતાની ચપેટમાં લઈ લેતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી. આગ ની ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાના અહેવાલ નથી. આગ વિકરાળ હોય ઉમરગામ, સરીગામ, વાપી, દમણ, સેલવાસના ફાયર જવાનોને બોલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતાં.

ઉમરગામ GIDC ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ Bharat Resins limited નામની કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ ની જ્વાળાએ નજીકની રાજીવ ગાર્મેન્ટ કંપનીને પણ પોતાની ચપેટમાં લીધી હતી. શરૂઆતમાં ઉમરગામના ફાયર ફાઈટરની ટીમેં સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસો કર્યા હતા. વિકરાળ આગ હોય વધુ ફાયર ફાઈટરની જરૂર જણાતાં દમણ, સેલવાસ વાપી, સરીગામ સહિત વલસાડ જિલ્લાના અન્ય ફાયર ફાયટરોની ટીમોને મદદ માટે બોલાવવામાં આવી હતી.

આગ એટલી વિકરાળ હતી કે બે-ત્રણ કિલોમીટર દૂરથી જ આકાશમાં ધૂમાડા ગોટેગોટા દેખાઈ રહ્યા હતા. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે કંપનીમા જ્વલનશીલ મટીરીયલ હોવાના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયરની ટીમને મોટો પડકાર આવ્યો હતો. આગની ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિની ખબર સામે આવી નથી.

બનાવ બાદ પોલીસ અને GPCB ની ટીમ પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. બનાવની વિગત મુજબ ઉમરગામ જીઆઇડીસીના ગોલ કેન્ટીન વિસ્તાર નજીક આવેલ ભારત રેઝીન્સ નામની કેમિકલ બનાવતી કંપનીમાં અચાનક આગ લાગી હતી. શરૂઆતમાં કંપનીના એક ભાગમાં આગની શરૂઆત થઈ હતી. જોકે કંપનીમાં મોટી માત્રામાં જ્વલનશીલ કેમિકલ નો તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આ કેમિકલ કંપનીમાં આગ લાગતા કંપનીમાંથી કેમિકલ ગટરમાં અન બહાર રસ્તા પર પણ વહી રહ્યું હતું. આથી ગટરમાં વહેતા કેમિકલમાં પણ આગ લાગતા રસ્તા પર અને બાજુની અન્ય રાજીવ ગારમેન્ટ કંપની પણ આગની ઝપટમાં આવી હતી. આમ બે કંપનીઓ આગ ની જ્વાળાઓ માં લપેટાઈ ગઈ હતી. એક સાથે બે કંપનીઓ અને રસ્તા પર પણ આગને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ બેકાબૂ બનતા બાજુની કંપનીઓના કામદારો અને સંચાલકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. હાલ પ્રસશનિક અધિકારીઓએ આગ લાગવાના ચોક્કસ કારણ સાથે જાનમાલનું કેટલું નુકસાન થયું છે. તેનો ક્યાસ કાઢવા પ્રયાસો હાથ ધર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *