કચ્છમાં આવેલ સફેદ રણ માં ઉજવાતો રણ ઉત્સવ 10મી નવેમ્બરથી શરૂ થઈ અને 25મી ફેબ્રુઆરી સુધી ચાલશે. લોકો ક્ષિતિજ સુધી વિસ્તરેલા બરફ જેવા સફેદ મીઠાના રણના સાક્ષી બનવા કચ્છના સફેદ રણની મુલાકાત લઈ રહ્યા છે. આ ત્રણ મહિનાના એક્સ્ટ્રાવેગાન્ઝા દરમિયાન, ભારતીય રેલ્વેએ રણ ઉત્સવ માટે એક ખાસ ટૂર પેકેજ પણ લોન્ચ કર્યું છે.
મુંબઈમાં IRCTC ઝોનલ ઑફિસ ‘રણ ઉત્સવ – વ્હાઇટ રણ રિસોર્ટ્સ’ ઓફર કરી રહી છે, જે મુંબઈથી શરૂ થનારું સર્વસમાવેશક અને ખર્ચ-અસરકારક રેલ ટૂર પૅકેજ છે, જેમાં 3rd AC અને 2nd ACમાં કન્ફર્મ ટ્રેન ટિકિટ છે. IRCTC બે પ્રકારના પેકેજ ઓફર કરે છે એક સામાન્ય અને બીજું એક વીકએન્ડ પેકેજ! જે નીચે મુજબ છે.