Friday, October 18News That Matters

ઓક્ટોબર 2023 માં GSTની આવક 1.72 લાખ કરોડ રૂપિયા, ગુજરાતમાં 11 ટકાનો વધારો, DNHDD માં 15 ટકાનો ઘટાડો

ઓક્ટોબર, 2023માં એકત્રિત કરવામાં આવેલી ગ્રોસ GST આવક ₹ 1,72,003 કરોડ રહી છે. જેમાંથી ₹ 30,062 કરોડ સીજીએસટી છે, ₹ 38,171 કરોડ એ SGST છે, ₹ 91,315 કરોડ (માલની આયાત પર એકઠા થયેલા ₹ 42,127 કરોડ સહિત) એ આઇજીએસટી છે અને ₹ 12,456 કરોડ (માલની આયાત પર એકઠા થયેલા ₹ 1,294 કરોડ સહિત) સેસ છે.

સરકારે આઇજીએસટીમાંથી સીજીએસટી ને ₹ 42,873 કરોડ અને એસજીએસટીને ₹ 36,614 કરોડની પતાવટ કરી છે. નિયમિત સેટલમેન્ટ બાદ ઓક્ટોબર, 2023માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે ₹ 72,934 કરોડ અને એસજીએસટી માટે ₹ 74,785 કરોડ છે.

ઓક્ટોબર, 2023 ના મહિનાની ગ્રોસ જીએસટી આવક ગયા વર્ષના સમાન મહિનાની તુલનામાં 13% વધુ છે. મહિના દરમિયાન, સ્થાનિક વ્યવહારો (સેવાઓની આયાત સહિત)ની આવક પણ ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી થતી આવક કરતા 13 % વધારે છે. નાણાકીય વર્ષ 2023-24માં સરેરાશ ગ્રોસ માસિક જીએસટી કલેક્શન હવે 1.66 લાખ કરોડ રૂપિયા છે અને તે અગાઉના નાણાકીય વર્ષના સમાન ગાળાની તુલનામાં 11 ટકા વધારે છે.

ચાલુ વર્ષ દરમિયાન માસિક કુલ જીએસટી આવક પૈકી ગુજરાત અને દાદરા નગર હવેલી દમણ દિવની વિગતો જોઈએ તો, ઓક્ટોબર 2023 સુધીમાં ગુજરાત રાજ્યની 11 ટકા જેવી વૃદ્ધિ સાથે પોસ્ટ સેટલમેન્ટ જીએસટીની આવક રૂપિયા 36,322 કરોડ છે. જ્યારે દાદરા નગર હવેલી અને દમણ દિવની 15 ટકા ઘટાડા સાથે 606 કરોડની આવક દર્શાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *