Friday, October 18News That Matters

ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગ્રુપ મેચ જીતી ગુજરાત સ્ટેટમાં ફર્સ્ટ રનર અપ બનનાર ટીમે સંધ્યા ગ્રુપ અને વલસાડ ફૂટબોલ એસોસિશનને ગૌરવ અપાવ્યું

વલસાડ ફૂટબોલ એસોસિએશન તમામ ગ્રુપ મેચ જીતી ગુજરાત સ્ટેટમાં ફર્સ્ટ રનર અપ બનતા વલસાડ જિલ્લાના તમામ ફૂટબોલ પ્રેમીઓમાં ખુશી પ્રસરી ગઇ હતી, કેમ કે ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગ્રુપ મેચ જીતી ગુજરાત સ્ટેટમાં ફર્સ્ટ રનર અપ બનનાર ટીમે સંધ્યા ગ્રુપ અને વલસાડ ફૂટબોલ એસોસિશનને ગૌરવ અપાવ્યું છે.

વલસાડ જિલ્લા ફૂટબોલ એસોસિયેશને ભાવનગર સામે 1-0થી જીત અને બોટાદ સામે 20-0 થી જીત, બનાસકાંઠા સામે 3-1થી જીત્યા હતા પણ ફાઇનલ માં પહોંચતા તેઓ 0-7 થી પાટણ થી હારી જતા તેઓ જી એસ એફ એ સિનિયર વિમેન્સ 2023-24 રનર્સ અપ ટ્રોફી નાં વિજેતા રહ્યા હતા, ગયા વર્ષના ટુર્નામેન્ટમાં તેઓ સેકંડ રનર અપ રહ્યા હતા,

વલસાડ ફૂટબોલ એસોસિએશન અને સંધ્યા ગ્રુપ માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે અને અંતે ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન સિનિયર વુમન IDFT 2023-24માં રનર અપ તરીકે વિજય મેળવવા બદલ ગર્વ અનુભવ્યો હતો, જે બદલ ફૂટબોલ ટીમના માર્ગદર્શક અને ગુરુ સુશીલ સુર્વેનો આટલા વર્ષોથી તમામ ગર્લ પ્લેયર્સ ને તાલીમ આપવાના પ્રયાસો માટે અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશનમાં ફ્રન્ટ રનર અપ બનવા બદલ વલસાડ ફૂટબોલ એસોસિએશન ના પ્રેસિડેન્ટ અને વાપી ફૂટબોલ ક્લબ ના ડાયરેકટર ડો સ્મિત પટેલે ખૂબ જ ગર્વ અનુભવી તમામ ટીમના સભ્યો ને શુભેચ્છા પાઠવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *