Saturday, November 23News That Matters

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી નોટીફાઈડ એરિયામાં પાણીની લાઈનોના રૂ. 42 કરોડના નવીનીકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

નાણાં ઉર્જા અને પેટોકેમીકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે વાપી નોટીફાઈડ એરિયા ખાતે ફેઝ – 2,3,4 અને 100 શેડ વિસ્તારમાં પાણી વિતરણ નેટવર્કની પાણીની લાઇનોના નવીકરણના રૂ. 42 કરોડના કામનું ખાતમુહૂર્ત કરાયું. જે અંતર્ગત આ વિસ્તારોમાં 40 વર્ષ જૂની લાઇનો બદલી આશરે 55 કિલોમીટર લંબાઈમાં કાસ્ટન આયર્ન( સી.આઈ) પાઈપ લાઈન નાખવામાં આવશે.

જીઆઈડીસીમાં વર્ષ 1969 થી પાણી પુરવઠા વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. જેમાં ક્યારેક ભંગાણ પડે તેમજ ઘણી જગ્યાઓએ આંશિક લિકેજ થવાને કારણે પાણનો વ્યય થવાની અને પુરતા પ્રેશરથી પાણી ન પહોચવાની સમસ્યાઓ ઉદભવે છે. જે આ નવીનિકરણથી દૂર થશે. જેથી ઔદ્યોગિક એકમોને પુરતા પ્રેશરથી પાણી મળતાં ઉત્પાદનમાં ઘણા ફાયદાઓ થશે.

ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પાણી પાઇપલાઈનના નવીનિકરણથી ઉદ્યોગોને ઘણો ફાયદો થશે. 40 વર્ષ પછી પણ પાઈપ લાઈનોમાં ડેમેજ નથી. ભાગ્યે જ ભંગાણની સમસ્યા સર્જાય છે. હવે નવી પાઈપલાઈનોનું કામ એકદમ સારી રીતે થાય, આવનારા અનેક વર્ષો સુધી કોઇ પણ ડેમેજ કે સમસ્યા ન આવે એવું કામ કરાશે. નવી સિસ્ટમથી વોટર મેનેજમેન્ટ સરળ થશે. વાપી એસ્ટેટ આટલા વર્ષોમાં વિખૂટી પડી હોય કે રઝળી ગઈ હોય એવું બન્યું નથી. આ એસ્ટેટના વિકાસનો ફાળો ઉદ્યોગપતિઓ અને વડીલોને જાય છે. વાપી જીઆઇડીસી ગ્રીન બેલ્ટ દ્વારા વૃક્ષો વાવી પર્યાવરણને નુકશાન થતું અટકાવવાનાં પ્રયાસ કરે છે તેમજ સમગ્ર ભારતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતી એસ્ટેટ પણ છે. બિલખાડી સુધી રૂ. 30 કરોડની ડ્રેનેજ સિસ્ટમ અને ટ્રાન્સપોર્ટ નગર બનાવવાનું કાર્ય પણ ટૂંક સમયમાં પૂરું થશે. અન્ડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી પણ ખૂબ ઝડપથી થઈ રહી છે.

મંત્રીના હસ્તે નોટીફાઈડ એરિયા મોબાઇલ એપ પણ લોન્ચ કરાઈ હતી. જેના દ્વારા દરેક બિલો સીધે સીધા એપ દ્વારા જ ચૂકવી શકાશે. જેથી વીજગ્રાહકોનો સમયની બચત થશે.

કાર્યક્રમમાં વીઆઇએ પ્રમુખ સતિશભાઈ પટેલ, વાપી નોટીફાઈડ એરિયાના ચેરમેન હેમંત પટેલ, વીઆઈએ ઉપપ્રમુખ મગનભાઈ સાવલિયા, વીઆઈએ સેક્રેટરી કલ્પેશ વોરા, વીઆઈએ એડવાઇઝરી બોર્ડના મેમ્બર સર્વે નાનુભાઈ બાંભરોલીયા, એ.કે.શાહ (મામા), ચૈતન્ય ભટ્ટ, યોગેશ કાબરિયા, નોટિફાઇડ ચીફ ઓફિસર દેવેન્દ્ર સગર,  સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઇ, ઉદ્યોગપતિઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *