સરીગામ ખાતે આવેલ શ્રીમતિ, શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કૂલમાં તારીખ 18/10/2023 થી 21/10/2023 સુધી અંડર-14,અંડર-17 અને અંડર-19 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓનું ભવ્ય એથ્લેટીક્સ (રમત-ગમત મહોત્સવ) નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના માટે ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા અને કુ. કિંજલબેન ગજેરાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો છે. તારીખ 18/10/2023 ના રોજ ‘ધ્વનિ ઓડિટોરિયમ’ ખાતે “Opening Ceremony” કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ “Opening Ceremony” કાર્યક્રમમાં મુખ્ય અતિથી Dysp કુલદીપ નાયી, ધારાસભ્ય રમણભાઈ પાટકર, ઉમરગામના BJP પ્રમુખ દિલીપભાઈ ભંડારી, મેનેજમેન્ટ કોર્ડિનેટર આર. એન. ગોહિલના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓમાં ‘ ખેલે તે ખીલે ‘ ના ઉમદા વિચાર અને રમતવીરોની રમત પ્રત્યેની ઋચી વધુ ખીલીને આગળ શાળા અને દેશનું નામ રોશન કરે એ હતું.
આ એથ્લેટીક્સમાં ગુજરાત રાજ્યની CBSE શાળાઓના આશરે 1000 થી વધુ વિદ્યાર્થીઓ 100 મીટર દોડ, 200 મીટર દોડ, 800 મીટર દોડ, વોલીબોલ, રિલેદોડ, ઊંચીકૂદ, લાંબીકૂદ, ગોળાફેંક જેવી રમતોમાં ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં જુદી-જુદી શાળાના આચાર્ય અને PTI કોચે પણ વિશેષ હાજરી આપી કાર્યક્રમને સુશોભિત કર્યો હતો.