Friday, October 18News That Matters

વાપી GIDC માં આવેલ અનુપ પેઇન્ટ્સ કંપનીમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાની નહિ

વાપી જીઆઇડીસી માં આવેલ અનુપ પેઇન્ટ્સ નામની કંપનીમાં મંગળવારે બપોર બાદ અચાનક જ આગ ભભૂકી ઉઠતા કામદારોમાં અફરાતફરી મચી હતી. આગની ઘટના બનતા તાત્કાલિક વાપી નોટિફાઇડ, વાપી નગરપાલિકા અને પારડી નગરપાલિકાના ફાયર જવાનોને ઘટના સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. ફાયરના જવાનોએ પાણીનો અને ફોર્મનો મારો ચલાવી બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટના દરમિયાન એક કામદાર દાજ્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કોઈ જાનહાની થઈ નથી.

આગની ઘટના અંગે VIAના પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે અનુપ પેઇન્ટ્સ નામની કંપનીમાં આગ ની ઘટના બની છે. કંપની ઇન્ડસ્ટ્રીયલ અને ડોમેસ્ટિક પેઇન્ટ્સ બાનાવતી હોય આગની ઘટના દરમ્યાન રેડીમેઈડ પેન્ટ્સના ડ્રમ નો સ્ટોક ખાખ થઈ ગયો છે. કંપનીમાં સોલ્વન્ટ ના ડ્રમ હોય શોર્ટ સર્કિટથી આગ લાગ્યા બાદ સોલ્વન્ટ ને કારણે વધુ પ્રસરી હતી. જો કે, આગ ની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ઘટનાની જાણકારી મળતા આસપાસના ઉદ્યોગકારો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. અને જરૂરી મદદ પુરી પાડી હતી.

આગની ઘટના બનતા કંપનીમાં આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉઠ્યા હતાં. આગ ને કાબુમાં લેવા વાપી નોટિફાઇડ, વાપી નગરપાલિકા અને પારડી ફાયરના જવાનોને બોલાવવામાં આવ્યા હતાં. એ ઉપરાંત આગ આસપાસની કંપનીમાં ફેલાઈ નહિ તેની તકેદારીના ભાગરૂપે આરતી, બાયર સહિતની કંપનીના ફાયર ટેન્ડર પણ બોલાવવામાં આવ્યા હતાં. ફાયરના જવાનોને પાણી અને ફૉમ નો મારો ચલાવી બે કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આગની ઘટના દરમ્યાન કાયદો વ્યવસ્થા જાળવવા વાપી GIDC પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી મુખ્ય માર્ગો પરના વાહનવ્યવહાર ને ડાયવર્ટ કરવા સહિતની કામગીરી બજાવી હતી. મળતી વિગતો મુજબ શોર્ટ સર્કિટને કારણે કંપનીમાં આગ લાગી હતી. જેને બુઝાવવા સૌપ્રથમ કંપનીના કામદાર દ્વારા પ્રયાસ કરાયો હતો. કંપનીમાં રહેલા ફાયર એક્સટિંગ્વિશરથી આગ ને બુઝાવવાના પ્રયાસમાં એક કામદારને આગની જ્વાળા લાગતા તે સામાન્ય દાઝયો હતો. એ સિવાય કોઈ જાનહાનિ થઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *