વાપી ખાતે કોરોના મહામારી સમયથી ભૂખ્યા માટે ભોજનના ઉદેશથી અન્નક્ષેત્ર શરુ કરી આ નિઃશુલ્ક અન્નક્ષેત્ર ને કાયમી ચાલુ રાખી દરરોજ સેંકડો ભૂખ્યા લોકોની જઠરાગ્ની ઠારતી સંસ્થા માઁ જનમ ટ્રસ્ટ દ્વારા આ સંસ્થાના લાભાર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવના સહયોગથી વાપીના ચલા મુક્તાનંદ માર્ગ ખાતે “રાસ રસિયા” નવરાત્રી મહોત્સવ-2023 નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં જાણીતા ગરબા ગાનાર કલાકારો તેમની આધુનિક સાજયંત્રો સાથે રંગ જમાવશે.
આ “રાસ રસિયા” નવરાત્રી મહોત્સવની વિશેષતા એ રહેશે કે માતાજીની પૂજા- આરાધના આપણા ધાર્મિક વિધિવિધાનથી થશે. લોકોને પ્રથમવાર માતાજીની નવ દિવસ આરાધના કેવી રીતે થાય તેના દિવ્ય દર્શન થશે. ગરબાના ગીતો પણ આ માતાજીના આરાધનાના પર્વને કોઈપણ રીતે આહત થાય તેવા નહી હોય તેની કાળજી રખાશે.
અવશર દરમિયાન અનેક મહાનુભાવો અને સિતારા પણ હાજરી આપશે. અવસરની સાથે એક્સઝીબેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય દરરોજ બપોરે 2:30 થી રહેશે.