પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહિખેડ ખાતે આયુષમાન ભવઃ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય વિસ્તાર ની તમામ સગર્ભા માતાઓની આરોગ્ય તપાસણી સાથે પોષણ કિટ તેમજ પ્રોટીન પાવડર ની વહેચણી કરવામાં આવી હતી. જે કેમ્પ માં 132 સગર્ભા માતાઓ ઍ લાભ લીધો.
આ ઉપરાંત તાલુકા પંચાયત ની ગ્રાન્ટ માંથી (2022-2023) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહીખેડ ને નવી એમ્બુલન્સ ફાળવવા માં આવેલ હતી. જેનું ઉદઘાટન કરચોન્ડ જિલ્લા પંચાયત સભ્ય ભગવાનભાઈ સોમાભાઈ બાંતરી ના વરદ હસ્તે કરવામાં આવ્યું. જેમાં કપરાડા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. મહેશભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્ય પરસોદભાઈ વડવલે, દહીખેડ ગ્રામ પંચાયત માજી સરપંચ ગજુભાઇ કરડોડીયા ના વરદ હસ્તે શુભ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહીખેડ મેડિકલ ઓફિસર ડૉ. નીલેશભાઈ પટેલની આગેવાની માં સમગ્ર આરોગ્ય સ્ટાફ ના સંકલન થી કાર્યક્રમ ને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.