Friday, January 31News That Matters

ગણેશજી પ્રત્યેની શ્રદ્ધામાં કોઈએ ચંદ્રયાનની તો કોઈએ દ્વારકામાઈની પ્રતિકૃતિ તૈયાર કરી ઘરે જ કર્યું શ્રીજીનું સ્થાપન

સમગ્ર ભારતમાં ગણેશ ઉત્સવ તેના અંતિમ તબક્કામાં છે. આ ઉત્સવ દરમ્યાન ગણેશભક્તોએ શ્રદ્ધાભાવથી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરી તેની પૂજા અર્ચનામાં કોઈ જ કચાશ આવવા દીધી નથી. સાર્વજનિક ગણેશ મહોત્સવની જેમ ઘરમાં સ્થાપિત ગણેશજીને પણ અવનવી પ્રતિકૃતિની થીમ પર ભક્તો પોતાના ઘરે જ સ્થાપન કરી ભક્તિભાવથી તેમની પૂજા અર્ચના કરતા જોવા મળ્યા છે.
વાપીમાં આ વર્ષે સાર્વજનિક ગણેશ મહોત્સવ સાથે ઘરમાં સ્થાપિત ગણેશજીની પૂજા અર્ચના કરવાના ટ્રેન્ડમાં વૃદ્ધિ થઈ છે. ત્યારે, વાપીના ચલા વિસ્તારમાં <span;>આવેલ પ્રમુખ સહજ સોસાયટીમાં રહેતા<span;> ગણેશ ભક્તોએ <span;>ચંદ્રયાનની અને દ્વારકામાઈની પ્રતિકૃતિ તૈયાર કરી તેમાં શ્રીજીની સ્થાપના કરી છે. વાપીના ચલા વિસ્તારમાં આવેલ પ્રમુખ સહજ સોસાયટીમાં છેલ્લા 10 વર્ષથી રહેતા અને વાપીની ખાનગી કંપનીમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતા મૂળ જલગાંવના પંકજ અને તેના પરિવારે પોતાના ઘરે જ ચંદ્રયાંન ની પ્રતિકૃતિ તૈયાર કરી તેમાં શ્રીજીની સ્થાપના કરી છે.
પંકજે જણાવ્યું હતું કે, ટીસ્યુ પેપર, રૂ, થર્મોકોલ, લાઇટિંગ, પેપર કોટિંગ, રોટેડ મોટરનો ઉપયોગ કરી 2 દિવસ અને 2 રાત્રીમાં જાતે જ આ પ્રતિકૃતિ તૈયાર કરી છે. ઘરે જ ગણપતિની સ્થાપના અંગે તેમણે જણાવ્યું હતું કે, જ્યારે તેમનો જન્મ થયો હતો. ત્યારથી તેમના પિતા દર વર્ષે તેમના ઘરે ગણેશજીની સ્થાપના કરતા હતાં. જે પરંપરાને જાળવી રાખવા તેમના પોતાના ઘરે 8 વર્ષ પહેલાં જ્યારે લક્ષ્મીરૂપે દીકરીનો જન્મ થયો હતો ત્યારથી તે વાપીના પોતાના ઘરે શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરી તેની પૂજા અર્ચના કરે છે. બાપાની પૂજા અર્ચના કરવાથી તેમના પરિવારમાં ક્યારેય કોઈ સંકટ આવ્યું નથી. પરિવાર પર આવતી દરેક વિપદા બાપા તેમના સ્મરણ માત્રથી દૂર કરી દેતા હોવાની શ્રદ્ધા છે.
તો, આ જ સોસાયટીમાં રહેતા અને દમણની ખાનગી કંપનીમાં HR ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા સુરજ ભદોરીયાના પરિવારે પણ તેમના ઘરે 11 દિવસ માટે શ્રીજીની સ્થાપના કરી છે. આ પરિવાર છેલ્લા 9 વર્ષથી તેમના ઘરે શ્રીજીની સ્થાપના કરે છે. આ વર્ષે તેમની દીકરી સુહાનીએ શિરડીના સાંઈબાબાની મઢુંલી એવી દ્વારકામાઈની પ્રતિકૃતિ તૈયાર કરી તેમાં શ્રીજીની સ્થાપના કરી છે.
સુહાનીએ 2 દિવસમાં અલગ અલગ પેપર બોર્ડની સીટ અને કેટલીક સાજ શણગાર ની ચીજવસ્તુઓમાંથી આ દ્વારકામાઈની પ્રતિકૃતિ તૈયાર કરી છે. જેમાં ગણેશ પ્રતિમા સાથે સાઈબાબાએ બીમારી દરમ્યાન દર્દીઓને આપેલ ખોરાક અને અન્ય માન્યતાઓને ફોટો રૂપે પ્રદર્શિત કરી છે.
સુહાની અને તેનો પરિવાર 9 વર્ષથી અલગ અલગ થીમ પર પ્રતિકૃતિ તૈયાર કરી બાપાની સ્થાપના કરે છે. આ પહેલા શિવગુફા, હિમાલયની પ્રતિકૃતિ તૈયાર કરી તેમાં બાપાનું સ્થાપન કર્યું છે. બાપાની પ્રતિમા સ્થાપિત કર્યા બાદ ઘરે જ તેની મહા આરતી, મહાપ્રસાદ, ભજન સંધ્યાનું આયોજન કરે છે. તેઓ માને છે કે, તેમના પરિવાર પર બાપા ના આશીર્વાદ સદાય રહેતા આવ્યા છે. બાપાએ તેમની દરેક મનોકામના પૂર્ણ કરી છે. એટલે દર વર્ષે ગણેશ મહોત્સવ દરમ્યાન પૂર્ણ શ્રદ્ધાભાવથી તેમના ઉત્સવની ઉજવણી કરી 11માં દિવસે ભક્તિભાવ સાથે તેનું વિસર્જન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *