શ્રી કચ્છી ભાનુશાળી સેવા સમાજ ટ્રસ્ટ, પરમ પૂજ્ય સંત શ્રી ઓધવરામ એજ્યુકેશન ફાઉન્ડેશન તથા દક્ષિણ ગુજરાતના 13 વિવિધ ભાનુશાળી મિત્ર મંડળ દ્વારા વાપીમાં ખાતે વાલી સંમેલન દક્ષિણ ગુજરાત 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે તેમજ ભરૂચથી મુંબઈ સુધીના ભાનુશાળી સમાજના જાણીતા આગેવાનોના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ભાનુશાળી સમાજના દીકરા દીકરીઓ અભ્યાસમાં આગળ વધે તેમના માતા પિતા તેમને મદદરૂપ બને સમાજ દ્વારા પણ જરૂરી મદદ પુરી પાડવામાં આવે તેવા ઉદ્દેશ્યથી આ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800 જેટલા ભાનુશાલી સમાજના વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ભાનુશાળી સમાજના દીકરા દીકરીઓ અભ્યાસમાં આગળ વધે તેમના માતા પિતા તેમને તેમાં મદદરૂપ બને સમાજ દ્વારા પણ જરૂરી મદદ પુરી પાડવામાં આવે તેવા ઉદ્દેશ્યથી આયોજિત આ વાલી સંમેલનમાં જાણીતા લેખક અને મોટીવેશનલ સ્પીકર કાજલ ઓઝા વૈદ્ય, એન્ટરપ્રિન્યોર, પેરેન્ટિંગ કોચ, રાઇટર ડૉ. રાજેશ મણિયાર, પીપલ ડેવલોપમેન્ટ અને HR-કોચ અનિરુદ્ધ પંચાલ દ્વારા માર્ગદર્શન તેમજ જરૂરી સુચનો પૂરા પાડવામાં આવ્યા હતા.
રવિવારે વાપીના VIA ઓડિટોરિયમમાં આયોજિત આ વાલી સંમેલનમાં ઓધવરામ એજ્યુકેશન ફાઉન્ડેશનના ચેરમેન લક્ષ્મીકાંત કલ્યાણજી ભાનુશાળીએ જણાવ્યું હતું કે, સમાજના યુવક યુવતીઓમાં ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે. તેમની જરૂરિયાત પૂરી કરવા શું માર્ગદર્શન આપવું જોઈએ તેમનો સર્વાંગી વિકાસ કરવા માટે સમાજ કઈ રીતે પ્રયત્નશીલ બને તેવા વિવધ વિષયો પર આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનો યુવતીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં આગળ આવે આઇપીએસ, આઈએસ ની નોકરી મેળવે તેવો પ્રયાસ છે.
તો, ભાનુશાળી સમાજ દ્વારા ભાનુશાળી ઓવરસીઝ સપોર્ટ (BOS) નામની વિશેષ સંસ્થા કાર્યરત છે. આ સંસ્થા ભારત ઉપરાંત અન્ય વિવિધ દેશોમાં પણ કાર્યરત છે. સંસ્થાના સભ્યો સમાજના જે પણ વિદ્યાર્થી વિદેશમાં અભ્યાસ અર્થે જાય છે તેઓને તેમજ સમાજના જે યુવાનો વિદેશમાં નોકરી માટે જાય છે તેઓને જરૂરી તમામ મદદ પૂરી પાડે છે. આજના આ વાલી સંમેલનનો ઉદેશ્ય પણ આ જ રીતે સમાજના માતા-પિતા વિદ્યાર્થીઓને એક તાતણે બાંધી સમાજને ઉન્નતિના શિખર પર લઈ જવાનો છે.
કાર્યક્રમમાં ઓધવરામ એજ્યુકેશન ફાઉન્ડેશન દક્ષિણ ગુજરાતના પ્રમુખ ગિરીશ જયરામ માવ એ જણાવ્યું હતું કે ભરૂચ થી ઉમરગામ સુધીના સમાજના લગભગ 800 જેટલા વાલીઓ, આગેવાનો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ આ સંમેલનના ઉપસ્થિત રહ્યા છે.
શ્રી કચ્છી ભાનુશાળી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈના કૈલાશ તુલસી ગજરાએ જણાવ્યું હતું કે, શ્રી કચ્છી ભાનુશાળી સેવા સમાજ ટ્રસ્ટ, ભાનુશાળી સમાજની માતૃ સંસ્થા છે. જેમના દ્વારા 28 વર્ષ પહેલા ઓધવરામ એજ્યુકેશનની સ્થાપના કરવામાં આવી હતી. આજના વાલી સંમેલન નો ઉદ્દેશ્ય વાલીઓને સાથે બેસાડીને દીકરાઓ-વાલીઓનું એકબીજા પ્રત્યે કેવું વર્તન હોવું જોઈએ. ઘરનું વાતાવરણ કેવું હોવું જોઈએ. તે અંગે શું કરવું જોઈએ. સમાજ શું કરી શકે છે. તે અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. દરેક યુવક યુવતીના સપના પૂરા કરવા માટે વાલીઓની સાથે સમાજ કઈ રીતે મદદ કરી શકે તેની પ્રતીતિ આ સંમેલનમાં કરાવવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમને વાપીના પ્રકાશ ભદ્રા સહિત ભાનુશાળી સમાજના આગેવાનો ભાનુશાળી મિત્ર મંડળ ટ્રસ્ટ વાપીના સભ્યો દ્વારા સફળ બનાવ્યો હતો. સમાજની આ ભાવનાને જોઈ રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ પણ સમાજ ઉત્તરોતર પ્રગતિ કરતો રહે તેવી શુભકામના પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન વાપી VIA ના પ્રમુખ સતીશ પટેલ, વાપી નગરપાલિકાના ચેરમેન મિતેશ દેસાઈ, વાપી નોટિફાઇડ એરીયાના ચેરમેન હેમંત પટેલ સહિત સમાજના આગેવાનોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ભાનુશાળી સમાજની એક દીકરી ઉર્વશી મંગે લિખિત બાળક ની દુનિયા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ વાલી સંમેલનમાં શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ સેલવાસના પ્રમુખ મહેશ દામા, શ્રી ભાનુશાળી મિત્ર મંડળ ટ્રસ્ટ વાપીના પ્રમુખ અરવિંદ નાખુવા, શ્રી કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ ઉમરગામના પ્રમુખ નારાયણ મંગે, શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ સરીગામ-ભીલાડના પ્રમુખ અરજણ રતડા, શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ નવસારીના પ્રમુખ ગિરીશ માવ, શ્રી કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ સુરત જિલ્લાના પ્રમુખ કાનજી મંગે, શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ધરમપુરના પ્રમુખ જેઠાલાલ ગોરી, શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ચીખલીના પ્રમુખ પરસોતમ કટારમલ, શ્રી ભાનુશાળી ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચના પ્રમુખ કેશવજી હેમાણી, શ્રી કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ ગણદેવી-બીલીમોરાના પ્રમુખ વસંત ગોરી, શ્રી કચ્છી ભાનુશાળી ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના પ્રમુખ ભરત મંગે સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પોતાનું યોગદાન આપ્યું હતું.