Friday, January 31News That Matters

ટ્રેન નંબર 22498 હમસફર ટ્રેનમાં આગની ઘટના પર કાબુ મેળવ્યા બાદ નવા એન્જીન સાથે ટ્રેનને રવાના કરાઈ

શનિવારે વલસાડ રેલવે સ્ટેશન નજીક ટ્રેન નંબર 22498 तिरुचिरापल्ली-श्री गंगानगर हमसफ़र एक्सप्रेस (Tiruchchirappalli junction to shri Ganganagar humsafar Express) વલસાડ રેલવે સ્ટેશન પસાર કરી વલસાડના છીપવાડ સુધી પહોંચી હતી. ત્યારે અચાનક પાવર કારમાં આગ ડિટેકટ થઈ હતી. ટ્રેનના એલર્ટ સ્ટાફ દ્વારા તાત્કાલિક ટ્રેનને થોભાવી તમામ મુસાફરોને ડિબોર્ડ કરવામાં આવ્યા હતાં. તેમજ ફાયર વિભાગને જાણ કરી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. દોઢેક કલાકમાં આગ પર કાબુ મેળવી ટ્રેનને નવા એન્જીન સાથે ફરી શ્રી ગંગાનગર તરફ રવાના કરવામાં આવી હતી. આ ઘટનામાં રેલવે સ્ટાફની સતર્કતા ને કારણે જાનહાની ટળી હતી.

ઘટના અંગે વેસ્ટર્ન રેલવેના CPRO સુમિત ઠાકુરે વિગતો આપી હતી કે, ટ્રેન નંબર 22498, Tiruchchirappalli junction to shri Ganganagar humsafar Express ટ્રેનમાં શનિવારે બપોરે 2 : 20 કલાકે વલસાડ નજીક આ આગની ઘટના ઘટી હતી. જેમાં આગ એન્જીન અને B-1 કોચમાં પ્રસરી હતી. જે ધ્યાને આવ્યા બાદ તાત્કાલિક ટ્રેનને રોકી દેવામાં આવી હતી. અને વલસાડ નગરપાલિકા ના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી દોઢેક કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો.

આગ ની ઘટના દરમ્યાન તમામ મુસાફરોને ટ્રેનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતાં. તમામ મુસાફરોને વલસાડ રેલવે સ્ટેશને લાવી જરૂરી નાસ્તો અને પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. ઘટનામાં તમામ મુસાફરો સુરક્ષિત છે. ટ્રેનને નવા એન્જીન સાથે સાંજે 5 : 41 વાગ્યે વલસાડથી શ્રીગંગાનગર તરફ રવાના કરવામાં આવી હતી. આગ લાગવાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *