Friday, January 31News That Matters

સેલવાસમાં નોકર બની રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરી ભાગેલા 2 આરોપીઓને વાપી ટાઉન પોલીસે 20 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સેલવાસ પોલીસને હવાલે કર્યા…..!

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં એક ઘરમાં નોકર તરીકે નોકરી મેળવ્યા બાદ એ જ ઘરમાંથી 18.31 લાખના સોના ચાંદીના દાગીના અને 1.66 લાખ જેટલા રોકડા રૂપિયાની ચોરી કરી રિક્ષામાં બેસી વાપી રેલવે સ્ટેશન તરફ આવેલા બનાસકાંઠાના 2 ચોરને વાપી ટાઉન પોલીસે ઝડપી પાડ્યા હતાં. સેલવાસનો ઘરફોડ ચોરીનો ગુન્હો વાપી ટાઉન પોલીસે ડિટેકટ કરી બંને આરોપીઓને મુદ્દામાલ સાથે સેલવાસ પોલીસને હવાલે કર્યા છે. 

ઘટના અંગે વાપી ડિવિઝનના DYSP બી. એન. દવેએ વિગતો આપી હતી કે, વાપી ટાઉન પોલીસ મથક વિસ્તારના ગીતાનગર પોલીસ ચોકી ખાતે ટાઉન પોલીસ વાહન ચેકીંગની કામગીરી કરતા હતા. દરમ્યાન વાપી કોપરલી ચાર રસ્તા તરફથી એક રિક્ષામાં બે અજાણ્યા ઇસમો બેસેલ હતાં. જે પૈકી એક ઇસમ પાસે એક કાળા કલરની રેકઝીનની મોટી બેગ હતી. જેથી રિક્ષા ઉભી રખાવી રિક્ષાની પાછળની શીટ ઉપર બેસેલ બન્ને ઇસમોને નીચે ઉતારી તેમના નામઠામની ખરાઇ કરતા બન્ને ઇસમો તેમની પાસેની કાળા કલરની બેગ લઇ નાશવા લાગતા બન્ને ઇસમોનો પીછો કરી પકડી પાડ્યા હતાં.

 

પકડાયેલ બન્ને ઇસમોના નામઠામની ખરાઇ કરતા તેઓ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના <span;>ગોલપ નેસડા અને રાછેણા ગામના હોવાનું કાબુલ કરી બન્નેએ તેમના નામ થાનાભાઇ પીરાભાઇ રાજપુત અને હરેશભાઇ રાયમલભાઇ ઠાકોર હોવાનું જણાવ્યું હતું. જેમની પાસે રહેલ થેલો ચેક કરતા તેમાંથી ૨ોકડા રૂપિયા 1,66,640/,  સોનાના દાગીના કિ. રૂા. 18,31,812/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

આ મુદ્દમાલ અંગે બન્નેએ કબૂલાત કરી હતી કે, તેઓએ સેલવાસ વિસ્તારમાં આવેલ જયનમ ઇલેશભાઇ શાહના રહેણાંક મકાનમાંથી ચોરી કરી છે. બન્ને જયનમ ઇલેશભાઇ શાહના ઘરમાં સાફ-સફાઇ(નોકર) નુ કામ કરતા હતા અને ત્યાંથી આ ચોરી કરી ભાગી છૂટ્યા હતાં. આ હકિક્ત આધારે સેલવાસ પો.સ્ટે. ખાતે ખરાઇ કરી આરોપીઓ તથા મુદ્દામાલનો કબજો વધુ તપાસ અર્થે સેલવાસ પો.સ્ટે.ને સુપ્રત કર્યો છે.

પકડાયેલ આરોપીની મોડ્સ ઓપરેન્ડી અંગે DYSP એ જણાવ્યું હતું કે, આ પકડાયેલ આરોપીઓ સામે સેલવાસ પો.સ્ટે. નોકર ચોરીનો ગુન્હો નોંધાયેલ છે. પકડાયેલ બન્ને આરોપીઓ મકાન માલીકના ઘરમાં નોકર તરીકે મજુરી કામ કરી ઘર માલીકનો વિશ્વાસ જીતી ઘરમાં રાખેલ સામાનની માહીતી મેળવી ઘરમાલીકની ગેરહાજરીમાં ચોરી કરી નાશી જવાની ટેવવાળા છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ વલસાડ પોલીસે સુરતમાંથી લૂંટ કરી ભાંગેલા આરોપીઓને વલસાડમાં દબોચી લઈ પ્રશંસા મેળવી છે. તો, સેલવાસની ઘરફોડ ચોરીના આરોપીઓને પકડી પ્રશંસનીય કામગીરી કરી છે. સદર કામગીરી પોલીસ ઇન્સ્પેકટર સી.બી. ચૌધરીની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર વી. એ. વસાવા તથા અ.હે કો સુનિલભાઇ મંગાભાઇ બ.નં. 918 તથા અ.પો.કો. સંજયસિંહ બહારદુરસિંહ બ નં 589 તથા TRB સભ્ય વિનય ડી. પટેલ બજાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *