ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ અને પેજ કમિટી ના પ્રણેતા સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ ઉપપ્રમુખ અને વલસાડ જિલ્લા ના પ્રભારી મહેન્દ્ર પટેલની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ હેમંત કંસારાના અધ્યક્ષ સ્થાને આગામી કાર્યક્રમો અંગે અગત્ય ની બેઠકનું આયોજન જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય “શ્રી કમલમ” ખાતે આવ્યું હતું જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયુ ઉજવણી અંગે જરૂરી સૂચનો માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 17મી સપ્ટેમ્બર ના રોજ જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડડા, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર. પાટીલજીએ તારીખ 17મી સપ્ટેમ્બર થી તારીખ 2 ઓક્ટોબર 2023 “સેવા પખવાડિયુ” ની ઉજવણી કરવાની સૂચના અને માર્ગદર્શન મુજબ વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં તારીખ 18મી સપ્ટેમ્બર ના રોજ “રક્તદાન કેમ્પ” તારીખ 19 સપ્ટેમ્બર થી તારીખ 22મી સપ્ટેમ્બર સુધી આયુષ્યમાન ભવ ના નેજા હેઠળ “આયુષ્માન કાર્ડ” નો લાભ જરૂરિયાતમંદ લોકો ને અપવવા માટે નો કાર્યક્રમ
તારીખ 23/24 સપ્ટેમ્બર દરમ્યાન આયુષ્યમાન ભવ બેનર અંતર્ગત મંડલ મથકો પર “હેલ્થ કેમ્પ” આયોજન તારીખ 25 મી સપ્ટેમ્બર “પંડિત દિનદયાળજી ની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ તારીખ 26મી સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી “દલિત વસ્તી સંપર્ક કાર્યક્રમ” તારીખ બીજી ઓક્ટોબર ના રોજ “મહાત્મા ગાંધીજીના જન્મજયંતી” નિમિત્તે વિવિધ સ્થળોએ “સ્વચ્છતા અભિયાન કાર્યક્રમો” સહિતના વિવિધ કાર્યક્રમો અંગે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંત કંસારા દ્વારા જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠકમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ હેમંત કંસારાએ પ્રદેશની સૂચના મુજબ ચંદ્રયાન-3 ની સફળતાપૂર્વક ઉતરાણ બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખની વરણી વખતે પહેલી બેઠકમાં અભિનંદન ઠરાવ પસાર કરવા અંગે પણ જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઓ મહેદ્ર ચૌધરી, કમલેશ પટેલ, શિલ્પેશ દેસાઈ, જિલ્લા ભાજપ સંગઠન ના હોદેદારો, વિવિધ મંડળ ના હોદેદારો, વિવિધ મોરચાના હોદેદારો,જિલ્લા મીડીયા, સોશિયલ મીડીયા કન્વીનર ઉપસ્થિત રહ્યા હતા.