સૂત્ર અનુસાર એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા તથા હિંસા નિવારણ સંઘ સરીગામ ભીલાડના પ્રમુખ અંકિત કુમાર નીતિનભાઈ શાહ તથા વિશ્વ હિન્દુ પરિષદના પિયુષ શાહ દ્વારા મુખ્યમંત્રી સહિત ઉમરગામ મામલતદાર કચેરીએ તથા ગ્રામ પંચાયતને લેખિત રજૂઆત કરી છે.
આ રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે,જૈન ધર્મ અહિંસા પ્રધાન ધર્મ છે. જે જિલ્લામાં તારીખ 12 સપ્ટેમ્બરથી પર્યુષણનો પવિત્ર તહેવારનો આરંભ થતો હોય તારીખ 20 સપ્ટેમ્બર સુધી વિસ્તારમાં ચિકન,મટન મીટ માસ શોપ,માછલી અને ઈંડાના વેચાણ તથા માસાહારી આઈટમનું વેચાણ બંધ રાખવામાં આવે. તથા વલસાડ પોલીસ વડાને ઉપરોક્ત લેખિત રજૂઆતની નકલ મોકલી સહકાર આપવા માંગ કરવામાં આવી હતી.
જોકે ઉપરોક્ત લેખિત રજૂઆત બાદ શ્રી જૈન શ્વેતાંબર પૂર્તિ મૂર્તિપૂજક સંઘે પણ લેખિત જાણ કરી છે. ત્યારે યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ સરીગામ દ્વારા પર્યુષણ પર્વ નિમિત્તે અને ખાસ ગણેશ ચતુર્થી ગણપતિના ત્રણ દિવસ દરમિયાન માસની આઇટમોનું વેચાણ બંધ રહે એ સંદર્ભે સરીગામ ગ્રામ પંચાયતે જાણ કરતા ગ્રામ પંચાયતના શિક્ષિત સરપંચ સહદેવભાઈ વઘાત દ્વારા પોતાના વિસ્તારમાં જૈન સમાજોના પર્યુષણ પર્વ અને ગણેશ ચતુર્થી ના પવિત્ર તહેવાર નિમિત્તે લાગણી ન દુભાય તે સંદર્ભે પોતાના ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર સરીગામ વિસ્તારમાં ઉપરોક્ત તારીખ 21 સપ્ટેમ્બર દરમિયાન માસ અને તેની આઈટમના વેચાણ કરતા સંબંધીત લોકોને પત્ર પાઠવી જાણ કરી બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.