Tuesday, February 25News That Matters

ગૌ-માતાને રાષ્ટ્રીય દરજ્જો મળે, દેશી ગૌવંશનું સંવર્ધન થાય તેવા ઉદેશથી 18 રાજ્યમાં પદયાત્રા કરનાર શિવરાજજી મહારાજનું વાપીમાં સ્વાગત

દેશમાં ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો મળે, ગૌહત્યા બંધ થાય, દેશી ગૌવંશ નું સઁવર્ધન થાય, દરેક ગૌશાળામાં દેશી નસલની ગાયો માં સુધાર કરવા પ્રયાસ કરાય, ગૌરક્ષા, ગૌસંવર્ધન કાનૂન બને તેવા ઉદેશથી છેલ્લા 21 મહિનાથી ભારત ભ્રમણ કરી લોક જાગૃતિનો સંદેશ ફેલાવતા મૂળ રાજસ્થાનના ગૌભક્ત શિવરાજ મહારાજ વાપી આવ્યા હતાં.

વાપીમાં વાપી નજીક ટુકવાડામાં આવેલ શુભમ ગ્રીન સોસાયટીમાં તેમણે સંત્સંગ કર્યો હતો. શુભમ સોસાયટીમાં કુલ 11 વિંગ છે. જે વિંગના તમામ રહીશો દ્વારા દરરોજ ઘરે બનતી રસોઈ માં પ્રથમ રોટી ગૌમાતાને અર્પણ કરવામાં આવે છે. સોસાયટીની દરેક વિંગમાં આ માટે ખાસ ડબ્બા રાખવામાં આવ્યા છે. જેમાં રોજની 500 જેટલી રોટલી એકત્ર કરી તે રોટી ગાયમાતાને ખવડાવે છે.

ગાય માતા પ્રત્યેની આ પહેલ અંગે જાણી ગૌભક્ત શિવરાજ મહારાજ શુભમ ગ્રીન સોસાયટીમાં પધાર્યા હતાં. જેઓએ સોસાયટીના રહીશો સાથે ગૌ માતાની રક્ષા અને તેના સંવર્ધન અંગે ઉપયોગી માર્ગદર્શન આપી ગૌમાતા પ્રત્યેજી પોતાની પદયાત્રાનો ઉદેશ્ય સત્સંગના માધ્યમથી જણાવ્યો હતો.

શિવરાજ મહારાજે જણાવ્યું હતું કે, તે 21 ડિસેમ્બર 2021ના રામેશ્વરમ તામિલનાડુ થી આ પદયાત્રાએ નીકળ્યા છે. જેમાં અત્યાર સુધીમાં તેમણે 18 રાજ્યની પદયાત્રા પૂર્ણ કરી છે. 12 જ્યોતિર્લિંગ, ચારધામ યાત્રાના દર્શન પણ તેમની પદયાત્રામાં કરતા રહેવાનો નીર્ધાર છે. આગામી 20મી નવેમ્બર પહેલા તે મહાકાલ ઉજ્જૈન ખાતે તેમની પદયાત્રા પૂર્ણ કરી 20મી નવેમ્બરે દિલ્લીના રામલીલા મેદાનમાં દેશભરના સાધુ-સંતો, ગૌપ્રેમીઓ, ચારેય મઠના શંકરાચાર્ય ની ઉપસ્થિતિમાં આયોજિત ધરણાપ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે. ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો અપાવવાની તેમજ ગૌ-રક્ષણના કાયદાઓની સરકાર સમક્ષ માંગ કરશે.

શિવરાજ મહારાજ માને છે કે, લોકો દેશી ગૌવંશથી અજાણ છે. એટલે દેશી ગૌવંશ સુધારણા અંગે દરેક દેશવાસીએ આગળ આવવું જરૂરી છે. આજે અનેક ગૌવંશને રસ્તે રઝળતી અથવા તો કસાઈવાડે મોકલી દેવામાં આવે છે. જેની પાછળ ઓછું દૂધ આપવું, ખરાબ નસલ પેદા કરવી વગેરે કારણો છે પરંતુ જો દેશી ગૌવંશનું સંવર્ધન કરવામાં આવે તો તેની અસલ ઓલાદ થકી 15 લિટરથી વધુ દૂધ મેળવી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, આ પદયાત્રા દરમ્યાન આ ગૌભક્ત દરેક નાગરિકને ગૌમાતા પ્રત્યે કરુણા દાખવવા આજીજી કરે છે. તેમજ સરકાર દ્વારા ગૌમાંસ અંગે જે ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ થયા છે. એગ્રીમેન્ટ માટે જે કાયદા છે તે રદ્દ કરવા અથવા તેમાં સુધાર કરવા દરેક દેશવાસીઓને આગળ આવવા અપીલ કરી રહ્યા છે. શુભમ ગ્રીન સોસાયટીમાં તેમના સત્સંગ દરમ્યાન સોસાયટીના ટ્રસ્ટીઓ સહિત તમામ ભાઈ-બહેનોએ ગૌભક્ત શિવરાજ મહારાજનું ફુલહારથી સ્વાગત કરી ગૌમાતાને રક્ષણ આપવામાં હંમેશા સહભાગી બનશે તેવો કોલ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *