ઓગસ્ટ 25, 2023થી રોફેલ MBAની રજત જયંતી (25 મી) બેચનો ઉલ્લાસભેર શુભારંભ થયો છે. જેની ઉજવણી નિમિત્તે પુરા એક સપ્તાહના ઓરીએન્ટેશન પ્રોગ્રામમાં મેનેજમેન્ટ ક્ષેત્રના અગ્રણીઓએ પોતાના બહોળા જ્ઞાનનો લાભ પ્રથમ વર્ષ MBAના વિદ્યાર્થીઓને પીરસ્યો હતો.
આ સાપ્તાહિક ઉજવણીના પ્રથમ દિવસે સંસ્થાના ડાયરેકટર ડૉ. કેદાર શુક્લા અને સર્વે ફેકલ્ટી મેમ્બર્સ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં તેમને નવસ્થાપિત રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીના વિઝન, મિશન, સંસ્કૃતિ તેમજ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષણ ક્ષેત્રે શું અપેક્ષા રાખે છે તેની રૂપરેખા રજૂ કરી હતી.
આ ઉપરાંત ડૉ. નુપુર આંગીરીશ, ડૉ. નિધિ યાદવ, ડૉ. આભા સિંઘવી, ડૉ. ઝંખના આટોદરીયા તેમજ તેજસ મહેતા દ્વારા પણ સંસ્થા અને MBA પ્રોગ્રામ વિશેની વિશેષ માહિતી આપવા આવી હતી. જેમાં અભ્યાસક્રમના વિષયો, મોટીવેશન, આન્ત્રપ્રીનીયોરશીપ, CSR વિદ્યાર્થી તેમજ ઇન્સ્ટીટ્યુટનો અભિગમ જેવાં વિષયો આવરી લેવાયા હતા.
બીજા દિવસે ઉદ્યોગના અગ્રણીઓ દીપેશ શાહ અને અમિત મહેતા દ્વારા 2 સેશન લેવામાં આવ્યા હતા. જેમાં MBA અભ્યાસક્રમના 2 વર્ષ વિદ્યાર્થીઓ માટે કેમ મહત્વ ધરાવે છે? આ અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ જેથી તે આ સમયનો મહત્તમ ફાયદો કેવી રીતે ઉઠાવી શકે તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમના તૃતીય દિવસે સાયકોલોજીસ્ટ લાવણ્યા પટેલ અને રોટરી ક્લબ ઓફ વાપીના પ્રેસિડેન્ટ રોટેરિયન કૃષિત શાહ દ્વારા સેશન લેવાયુ હતી. લાવણ્યા પટેલે માનસિક સ્વાસ્થ્યના મહત્વ વિષે સમજાવી તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરાવી હતી. રોટેરિયન કૃષિત શાહે આન્ત્રપ્રીનીયોરશીપની પોતાની
મુસાફરી તેમજ મહત્વ સમજાવ્યું હતું અને નોકરી કરનાર કરતા નોકરી દાતા બનવાની પ્રેરણા આપી હતી.
આગળ જતાં GTU-CCE દ્વારા ફેબ્રુઆરી 2023 થી જુન 2023 સુધી રોફેલ-એમબીએના સહયોગથી અને ડૉ. આભા સિંઘવી દ્વારા કો-ઓર્ડીનેટ કરવામાં આવેલ “ડેટા એનાલિસિસ યુઝિંગ એમએસ-એક્સલ” ચલાવવામાં આવેલ કોર્સને સફળતાપૂર્વક પૂર્ણ કરનાર 35 તાલીમાર્થીઓને સર્ટીફીકેટનું વિતરણ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
જેમાં રોટરી ઇન્ટરનેશનલના પૂર્વ પ્રમુખ રોટેરિયન ડૉ. કલ્યાણ બેનર્જી, રોટેરિયન પ્રફુલ્લ દેવાણી, રોટરી ક્લબ ઓફ વાપીના પ્રેસિડેન્ટ કૃષિત શાહના તેમજ લાવણ્યા પટેલના હસ્તે સર્ટીફીકેટનું વિતરણ કરાયું હતું. રોટરી ઇન્ટરનેશનલના પૂર્વ પ્રમુખ ડૉ. કલ્યાણ બેનર્જી દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચન અપાયાં હતા.
આ કાર્યક્રમના છેલ્લા દિવસે અનિરુધ્ધ પંચાલ અને રિશી પૈઠાણીએ એમબીએ અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થીઓનો ગોલ શું હોવો જોઈએ અને સિદ્ધ કરવા શું કરવું જોઈએ તે સમજાવેલ જેથી કરીને તેઓની ભવિષ્યની વ્યવસાયિક કારકિર્દી ઉજ્જવળ બને. રિશી પૈઠાણીએ તેમના UPL લીમીટેડના CSRના કાર્યકાળમાં શું શીખવા મળ્યું તે અનુભવ શેર કર્યા હતા. તેમજ વિદ્યાર્થીઓ આ ક્ષેત્રને કેવી રીતે વ્યવસાય બનાવી સમાજના એક વિશાળ વર્ગની સેવા કરી શકે તે અંગે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો અને આગળના અભ્યાસ માટે પ્રોત્સાહિત થયા હતા