Friday, January 31News That Matters

વાપીની નૃત્યાંગના મહેક ગજેરાના ગ્રુપે હંગેરી, ગ્રીસમાં ભારતના સાંસ્કૃતિક નૃત્યની પ્રસ્તુતિ કરી, 12 જેટલા દેશોના કલાકારો વચ્ચે ભારતીય કલા વારસાને વિશ્વફલક પર રજૂ કર્યો

ઓગસ્ટ મહિનામાં હંગેરી ખાતે 26માં આંતરરાષ્ટ્રીય ફોલ્ક ડાન્સ ફેસ્ટિવલ અને ગ્રીસમાં 61માં લેફકાડા ઇન્ટરનેશનલ ફોલ્ક ડાન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત તરફથી ગુજરાતના વાપીના મહેક ગજેરાના ગ્રુપની પસંદગી કરવામાં આવી હતી. જેઓએ વિદેશની ધરતી પર ભારતના નૃત્ય કલા વારસાની પ્રસ્તુતિ કરી ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 12 જેટલા દેશોના કલાકારો વચ્ચે ભારતીય કલા વારસાને વિશ્વફલક પર રજૂ કર્યો હતો.

ઓગસ્ટ મહિનામાં હંગેરી ખાતે 26મો આંતરરાષ્ટ્રીય લોક નૃત્ય ઉત્સવ (26th International Folk Dance Festival) અને ગ્રીસમાં 61મો લેફકાડા ઇન્ટરનેશનલ ફોકલોર ફેસ્ટિવલ (61ST LEFKADA INTERNATIONAL FOLKLORE FESTIVAL) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત તરફથી ગુજરાતના વાપીના મહેક ગજેરાના ગ્રુપની પસંદગી કરવામાં આવી હતી. જેઓએ વિદેશની ધરતી પર ભારતના નૃત્ય કલા વારસાની પ્રસ્તુતિ કરી ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ યાદગાર કલચરલ ઇવેન્ટ અંગે મહેક શિવાંગ ગજેરાએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાંથી તેમના ગ્રૂપને પસંદ કરવામાં આવ્યું હતું. હંગરીમાં તેમના ગ્રૂપે ભારતના પરંપરાગત નૃત્ય એવા ટીપ્પની નૃત્ય, ડાંગી નૃત્ય, ડાકલા નૃત્ય, ગુજરાતના પ્રાચીન ગરબા નૃત્ય અને ભારતના પરંપરાગત જીવનને દર્શાવતું ગામડાનું દ્રશ્ય રજૂ કર્યું હતું. તેમજ ઐઇગીરી નંદિની સ્તોત્રમ પર શાસ્ત્રીય ભરતનાટ્યમ નૃત્ય રજૂ કરી હંગેરિયન લોકોના દિલ જીતી લીધા હતાં.

વિદેશની ધરતી પર ભારતના કલા વારસા ને પ્રસ્તુત કરી ભારતનું નામ રોશન કરનાર મહેકે વધુમાં જણાવ્યું હતું કે, તેમના ગ્રુપે ગ્રીસમાં લેફકડા આઇલેન્ડ પર અન્ય 12 જેટલા દેશોના કલાકારો વચ્ચે ભારતીય પરંપરાગત નૃત્યોનું પ્રદર્શન કરી સૌ કોઈને આશ્ચર્યચકિત કર્યા હતાં.
આ કલ્ચરલ ફેસ્ટિવલમાં મેક્સિકો, યુક્રેન, જાપાન, ઈન્ડોનેશિયા, જ્યોર્જિયા, કોલંબિયા, ચિલી વગેરે જેવા વિવિધ દેશોના કલાકરોએ ભાગ લીધો હતો. આ ફેસ્ટિવલ ઇવેન્ટ તેમના સમગ્ર ગ્રુપ માટે યાદગાર રહી છે.

આ કલ્ચરલ ઈવેન્ટ યુનેસ્કો દ્વારા અને ગ્રીસ, હંગેરી સરકાર દ્વારા યોજવામાં આવી હતી. જે દેશની સરકારે પણ ભારતીય કલાકારોને ખૂબ જ સહકાર આપ્યો હતો. ભારત ઉપરાંત અન્ય 12 જેટલા દેશના કલાકારો ના ગ્રુપે પોતાના દેશની સાંસ્કૃતિક વિરાસત સમાન નૃત્ય ની પ્રસ્તુતિ કરી હતી. ઇવેન્ટનો ઉદ્દેશ્ય જેમ યુનેસ્કો દ્વારા હેરિટેજ સાઇટને વિકસાવી પુરાતન શિલ્પ કલાને સાચવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે જે તે દેશના કલા વારસાને સાચવવા હેરિટેજ કલ્ચરને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે.

આ 26 આંતરરાષ્ટ્રીય ફોલ્ક ડાન્સ ફેસ્ટિવલ અને 61માં લેફકાડા ઇન્ટરનેશનલ ફોલ્ક ડાન્સ ફેસ્ટિવલમાં ભારતના ગરબા પ્રત્યે ત્યાંના લોકોમાં ખૂબ જ ક્રેઝ છે. સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ આ વિદેશી લોકો ગરબાના વિવિધ સ્ટેપ શીખવા તેમની પાસે આવતા હતા. ભારતીય શૈલીના પ્રાચીન પોશાક, કલા નૃત્યથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ ગ્રુપના 18 દિવસના પ્રવાસ દરમિયાન ગ્રીસમાં તેમનો કાર્યક્રમ હતો તે જ દિવસે ભારતના વડાપ્રધાન પણ ગ્રીસની મુલાકાતે હતા. તેઓ આ કાર્યક્રમ નિહાળવા આવવાના હતા. પરંતુ અનિવાર્ય સંજોગોમાં તે શક્ય બન્યું નહોતું. જો કે ભારત પ્રત્યે વિદેશી લોકોમાં જે આદર-સત્કાર છે તે પ્રવાસના દિવસોનું યાદગાર સંભારણું છે.

MBA, ફાઇન આર્ટસ અને IT નો અભ્યાસ કરનાર મહેકે જણાવ્યું હતું કે, વિદેશમાં ભારતના કલ્ચરને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. આપણા સાંસ્કૃતિક નૃત્યોમાં એક ઉમંગ અને ઉત્સાહ જોવા મળે છે. ત્યાંના કલાકારો માને છે કે તેમના સાંસ્કૃતિક નૃત્યોમાં મોટેભાગે સાઇલેન્ટ મુવમેન્ટ હોય છે. જ્યારે ભારતના કલા વારસાના નૃત્યો તેમને એનર્જેટિક લાગે છે.

ઉલ્લેખનીય છે કે, મહેક ગજેરાના ગ્રુપમાં સુરત, વાપી, મુંબઈ, નવસારી, બારડોલી જેવા વિસ્તારના કલાકારો સામેલ હતા. જેઓએ પ્રથમ દિવસે પરેડ કલ્ચરલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જે બાદ ઓપનિંગ સેરેમની, ક્લોઝિંગ સેરેમનીમાં વિવિધ દેશોની સાથે ભારતના ભરતનાટ્યમ ગુજરાતના ગરબા સહિતના વિવિધ નૃત્યો રજૂ કર્યા હતા. આ કલ્ચરલ ઇવેન્ટમાં મેક્સિકોના ડાન્સ ગ્રુપે કરેલું પ્રેઝન્ટેશન પણ સૌ કોઈને ખૂબ જ ગમ્યું હતું. પરન્તુ ભારતના કલા નૃત્યને પસંદ કરનારાઓએ ભારતીય કલાકરોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *