Friday, January 31News That Matters

વાપી શહેર કોંગ્રેસ સમીતિ દ્વારા રસ્તાના ખાડાઓમાં પુરાણ કરી લોકોની હાલાકી દૂર કરવા PWD ને આવેદનપત્ર પાઠવ્યું….!

સોમવારે વાપી સર્કિટ હાઉસ ખાતે આવેલ PWD ની ઓફિસમાં કાર્યપાલક ઇજનેરને વાપી શહેર કોંગ્રેસ સમીતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદન વલસાડ જિલ્લા કોંગ્રેસ સેક્રેટરી ફરહાન બોગાની આગેવાનીમાં આપવામાં આવ્યું હતું. જેમાં શહેરના વિવિધ માર્ગો પર પડેલા મસમોટા ખાડાઓનું પુરાણ કરી લોકોને ખાડાવાળા માર્ગોમાંથી મુક્તિ અપાવવા રજુઆત કરી હતી.

વલસાડ જિલ્લા કોંગ્રેસ કમિટીના અને વાપી પાલિકાના વિપક્ષી નેતા ખડુંભાઈ પટેલ સહિત કોંગ્રેસી કાર્યકરો અને વલસાડ જિલ્લા કોંગ્રેસ સેક્રેટરી ફરહાન બોગાએ વાપી સર્કિટ હાઉસ ખાતે PWD ના કાર્યપલકને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે, છેલ્લા ઘણા લાંબા સમયથી શહેરના મુખ્ય માર્ગોના રોડ ખુબજ બીસ્માર હાલતમાં છે. તેના કારણે આમ જતા તથા કોલેજ, શાળાઓમાં જતા વિદ્યાર્થીઓને ખુબજ તકલીફ પડી રહેલ છે. જેથી આવા બિસ્માર રોડનું મરામત કામ હાથ ધરવામાં આવે.

કોંગ્રેસી કાર્યકરોએ આવેદનપત્ર મારફતે વાપીના ડુંગરી ફળીયાનો આખો રોડ, વાપી બંગલી બહા૨નો સેલવાસ રોડ, વાપી ઝંડાચોકથી ગોલ્ડ કોઈન સર્કલ સુધીનો રોડ તથા ચણોદ થી ધરમપુર તરફનો નેશનલ હાઇવે નંબર 56નો માર્ગ ખાડા માર્ગ બન્યો હોય તાત્કાલીક ધોરણે તે માર્ગો બનાવવામાં આવે તો વાહનો સ૨ળતાથી પસાર થાય અને ટ્રાફીક જામની સમસ્યામાંથી લોકોને નિજાત મળશે.

હાલના રોડ ઉપર એટલા મોટા ખાડા પડી ગયેલ છે કે, તેના કારણે વાહનની સ્પીડ ઓછી થઈ જાય છે. એટલે ટ્રાફીક જામની સમસ્યા છે. આ રસ્તાઓના સમારકામ બાબતે આઠ દિવસમાં કોઈ કામગીરી કરવામાં નહી આવશે. તો PWD ઓફીસ સામે ગાધી ચિધ્યા માર્ગ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *